સરકાર ડીએ વધારવાની જાહેરાત બજેટમાં કરી શકે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/12/money-1-1024x576.jpg)
નવી દિલ્હી, ૨૦૨૩ની જેમ નવુ વર્ષ ૨૦૨૪ પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ભેટ લઈને આવવાનું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવા વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સના મોંઘવારી રાહતમાં ૪ ટકાનો વધારો થઈ શકે છે, જેનાથી પેન્શન અને પગારમાં વધારો થઈ શકે છે.
લેબર મિનિસ્ટ્રી તરફથી જારી અનુમાનો પ્રમાણે જુલાઈથી ઓક્ટોબર સુધીના પીરિયડ માટે એઆઈસીપીઆઈ ડેટા જાહેર કર્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરનો ડેટા આવવાનો બાકી છે, ત્યારબાદ સ્પષ્ટ થઈ જશે કે નવા વર્ષમાં કેટલું ડીએ વધશે. તેમ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ડીએ વધારવાની જાહેરાત બજેટમાં કરી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓને ૪૬ ટકા ડીએનો ફાયદો મળે છે. તે જુલાઈથી ડિસેમ્બર ૨૦૨૩ સુધી લાગૂ કરવામાં આવ્યું છે. ડીએમાં આગામી વધારો જાન્યુઆરી ૨૦૨૪માં થશે, તેની જાહેરાત હોળીની આસપાસ થઈ શકે છે.
એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના છ મહિનાના આંકડાના આધાર પર કર્મચારીઓ-પેન્શનર્સના ડીએ અને ડીઆર દર જાન્યુઆરી અને જુલાઇમાં રિવાઇઝ કરવામાં આવે છે. ૨૦૨૩માં જાન્યુઆરી અને જુલાઈને મળી કુલ ૮ ટકા ડીએ વધારવામાં આવ્યું છે અને હવે આગામી ડીએ વર્ષ ૨૦૨૪માં રિવાઇઝ કરવામાં આવશે, જે જુલાઈથી ડિસેમ્બર ૨૦૨૩ના એઆઈસીપીઆઈ ઈન્ડેક્સ ડેટા પર ર્નિભર કરશે.
હકીકતમાં ૩૦ નવેમ્બરે લેબર મિનિસ્ટ્રીએ એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના ઓક્ટોબરના આંકડા જાહેર કર્યાં છે, જેમાં ૦.૯ પોઈન્ટના વધારા બાદ આ સંખ્યા ૧૩૮.૪ પર પહોંચી ગઈ છે અને ડીએ સ્કોર ૪૯ ટકાની નજીક પહોંચી ગયો છે.
તેમ માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષમાં ડીએમાં ૪ ટકા કે ૫ ટકાનો વધારો થઈ શકે છે. પરંતુ હજુ નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે. ત્યારબાદ નક્કી થશે કે ૨૦૨૪માં ડીએમાં કેટલો વધારો થશે.
જાે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડામાં વધારા બાદ ડીએ સ્કોર ૫૦ ટકા કે તેનાથી વધુ થાય છે તો ૪ ટકા વધ્યા બાદ ડીએ ૫૦ ટકા થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં રિવીઝન કરવામાં આવશે. કેન્દ્ર સરકારે લાવેલા સાતમાં પગાર પંચ પ્રમાણે ડીએ ૫૦ ટકા સુધી પહોંચવા પર ડીએને બેસિક સેલેરીમાં જાેડી લેવામાં આવશે.
પછી ડીએની ગણતરી ઝીરોથી શરૂ થશે.ડીએના આગામી વધારાની જાહેરાત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થઈ શકે છે, કારણ કે આગામી વર્ષે એપ્રિલથી મે વચ્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની આશા છે, આ દરમિયાન આચાર સંહિતા લાગૂ થઈ જશે.
ત્યારબાદ કેન્દ્ર સરકાર ડીએમાં વધારો કરી શકશે નહીં. તેમ માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આકર્ષવા માટે બજેટ સત્ર દરમિયાન ડીએમાં વધારો કરવાનો ર્નિણય લઈ શકે છે. જાે ડીએમાં ૪ ટકાનો વધારો થાય અને તે ૫૦ ટકા પહોંચે તો તેનો ફાયદો ૪૮ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૮ લાખ પેન્શનર્સને મળશે. SS3SS