કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ અંગેના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓના રિટાયર્મેન્ટનો નિયમ બદલી દીધો છે. હવેથી કેન્દ્રીય કર્મચારીઓ ૨૦ વર્ષમાં જ રિટાયરમેન્ટ લઇ શકે છે. સાથે જ તેમને બધા જ લાભ સામાન્ય રિટાયર્મેન્ટની જેમ જ મળશે.
જણાવી દઈએ કે, જાન્યુઆરી ૨૦૦૪માં નેશનલ પેંશન સ્કીમની શરૂઆત કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે જ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૯માં તેને રિવાઇઝ કરવામાં આવ્યું હતું અને હવે તે પ્રાઇવેટ કર્મચારીઓ માટે પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે નેશનલ પેંશન સ્કીમ એક સ્વૈચ્છિક પેંશન યોજના છે, જેનો હેતુ કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ફંડ બનાવવાનો છે.
જેને સરકાર અને પેંશન ફંડ રેગ્યુલેટર અને ડેવલપમેન્ટ ઓથોરિટી ચલાવે છે.તાજહેતરમાં જ જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ હવે નેશનલ પેંશન સ્કીમ અંતર્ગત વોલેન્ટરી રિટાયરમેન્ટ લઇ શકે છે. આ જાણકારી કર્મચારીઓના કલ્યાણ મંત્રાલય અંતર્ગત પેંશન અને પેંશનર્સના વિભાગે આપી છે.
જે કર્મચારી કેન્દ્રીય સિવિલ સર્વિસીઝ ૨૦૨૧ના નિયમો અંતર્ગત નેશનલ પેંશન સ્કીમ માં સામલે થાય છે, તેમને આ સર્વિસ મળશે. આ નિયમ અંતર્ગત કેન્દ્રીય કર્મચારી ૨૦ વર્ષની સર્વિસ પૂરી કર્યા બાદ ગમે ત્યારે વોલેન્ટરી રિટાયરમેન્ટ લઇ શકે છે. જેનો અર્થ થાય કે જે પણ કર્મચારી સતત ૨૦ વર્ષ કામ કરે છે, તેઓ રિટાયર્મેન્ટનો ફાયદો ઉઠાવી શકે છે.
ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે વોલન્ટરી રિટાયરમેન્ટ લેવા માંગતા કેન્દ્રીય કર્મચારીઓએ પોતાના એમ્પ્લોયરને ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા લેખિત સૂચના આપવાની રહેશે. એમ્પ્લોયર આ એપ્લિકેશનને રિજેક્ટ નથી કરી શકતા. રિટાયરમેન્ટ ત્યારે જ લાગૂ થશે, જ્યારે ૩ મહિનાનો નોટિસ પિરિયડ સમાપ્ત થઇ જશે.SS1MS