Western Times News

Gujarati News

નેપાળ સરકારે કાઠમાંડૂમાં પાણીપુરી પર બેન લગાવ્યો

નવી દિલ્હી, નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જાેકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના એલએમસીમાં પાણીપુરી પ્રતિબંધ લગાવી દીધો છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિટન સિટીમાં કોલેરાના કેસ વધ્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે પાણીપુરીમાં ઉપયોગ થનાર પાણીમાં કોલેરાના બેક્ટેરિયા મળી આવ્યા છે.

The government of Nepal imposed a ban on Panipuri in Kathmandu

મ્યુનિસિપલ પોલીસ ચીફ સીતારામ હચેતૂના અનુસાર ભીડભાડવાળા વિસ્તારો અને કોરિડોર એરિયામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે પાણીપુરીના લીધે કોલેરાના કેસ વધવાનો ખતરો છે. રવિવારે કાઠમાંડૂમાં કોલેરાના સાત નવા કેસ મળ્યા.

આ સાથે જ ઘાટીમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૨ થઇ ગઇ છે. નેપાળના સ્વાસ્થ્ય મંત્રાલયના અંતરગત એપિડેમિયોલોઝી એન્ડૅ ડિઝીઝ કંટ્રોલ ડિવિઝનના ડાયરેક્ટૅર ચમનલાલ દાસે કહ્યું કે કાઠમાંડૂ મેટ્રોપોલિસમાં કોલેરાના પાંચ કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત એક કેસ ચંદ્રાગિરી મ્યુનિસિપાલિટીમાં અને એક બુધાનીકાંતા મ્યુનિસિપાલિટીમાં મળી આવ્યો છે.

આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે કોલેરા પણ લક્ષણ જાેવા મળતાં જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરે. સરકારે લોકોને અપીલ કરી કે તે વરસાદ અને ગરમીની સિઝનમાં ફેલાનાર પાણીજન્ય બિમારી જેમ કે ઝાડા, કોલેરાથી સાવધાન રહે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.