Western Times News

Gujarati News

૧ ફેબ્રુઆરીના રોજ સરકાર રજૂ કરશે વચગાળાનું બજેટ

આ પહેલાં ૨૦૧૯માં રજૂ થયું હતું

ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર રચાયા બાદ ૫ જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. જાેકે, સરકારે આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. પરંતુ સામાન્ય રીતે, જે વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાય છે, તે વર્ષમાં વર્તમાન સરકાર ૧ ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરે છે. તેમજ ચૂંટણીના પરિણામો બાદ નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. જણાવી દઈએ કે, અગાઉ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.The government will present the interim budget on February 1

ત્યારે આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ૧ ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. કારણ કે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી સારવાર અર્થે વિદેશ ગયા હતા. ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર રચાયા બાદ ૫ જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વચગાળાના બજેટ દ્વારા સંપૂર્ણ બજેટ પાસ ન થાય, ત્યાં સુધી સરકારના ખર્ચનું સંચાલન કરવામાં આવે છે.

પરંતુ તેમાં સમગ્ર વર્ષનું ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ સામેલ હોય છે. સરકાર સમગ્ર નાણાકીય વર્ષ માટે ખર્ચ અંદાજ રજૂ કરે છે. તેમાં સરકારને ટેક્સ દ્વારા કેટલી રકમ મળશે, તેનો અંદાજ પણ સામેલ હોય છે. આ ઉપરાંત સરકારના વિવિધ મંત્રાલયોના ખર્ચ માટે ફાળવણી કરે છે. ઘણી વખત વચગાળાના બજેટની દરખાસ્તો અને સંપૂર્ણ બજેટની દરખાસ્તો વચ્ચે તફાવત હોય છે. ચૂંટણીના પરિણામો પહેલા તે જાણી શકાતું નથી કે કઈ પાર્ટી નવી સરકાર બનાવશે, જેથી સરકાર ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરે છે.

માનવામાં આવે છે કે ચૂંટણી પરિણામો પછી નવી રચાયેલી સરકાર પોતાના અનુસાર નાણાંકીય વર્ષના બાકીના મહિનાઓ માટે બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે ૫ જુલાઈ, ૨૦૧૯ના રોજ મોદી સરકાર ૨.૦નું પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આઝાદી બાદ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરનાર ર્નિમલા સિતારમણ બીજી મહિલા હતી. આ અગાઉ ઈન્દિરા ગાંધીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું.

નોંધનીય છે કે, પીયૂષ ગોયલે વર્ષ ૨૦૧૯ના વચગાળાના બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. તેમણે ખેડૂતો, અસંગઠિત ક્ષેત્રના કામદારો, કરદાતાઓ, સ્જીસ્ઈ સહિત ઘણા વર્ગો માટે મોટી જાહેરાતો કરી હતી. જેમાં સૌથી વધુ ચર્ચા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની થઈ હતી. સરકારે આ યોજના અંતર્ગત એક વર્ષમાં ખેડૂતોના બેંક ખાતામાં ૬ હજાર રૂપિયા જમા કરવાની જાહેરાત કરી હતી.

આ યોજનાનો લાભ ૨ હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો લઈ શકે છે. ત્યારે વિપક્ષે સરકારની આ યોજનાને રાજકીય સ્ટન્ટ ગણાવી હતી. વિપક્ષનો આરોપ હતો કે, સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી છે. પીયૂષ ગોયલની બીજી મોટી જાહેરાત કરદાતાઓ માટે હતી. તેમણે ૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કરવેરામાંથી મુક્તિની જાહેરાત કરી હતી. ગોયલે એમ પણ કહ્યું હતું કે, જાે ૬.૫ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો આવકવેરાની કલમ 80C હેઠળ આવરી લેવામાં આવતા સાધનોમાં રોકાણ કરે, તો તેમને ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં.

સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા પણ વાર્ષિક ૪૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરી હતી. સરકારે ગ્રેચ્યુઈટી પેમેન્ટની લિમિટ પણ ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરી દીધી હતી. વચગાળાનું બજેટ રજૂ કરતાં ગોયલે કહ્યું હતું કે, ઈન્ક્‌મ ટેક્સ રિટર્ન અને રિફંડની પ્રોસેસ ૨૪ કલાકમાં કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, જન ધન યોજના હેઠળ ૩૪ લાખ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. સરકારે આગામી ૫ વર્ષમાં ૧ લાખ ડિજિટલ વિલેજ બનાવવાની જાહેરાત કરી હતી. ગોયલે કહ્યું હતું કે આગામી ૫ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ૫ લાખ કરોડ ડોલર (૫ ટ્રિલિયન)ની થઈ જશે. આગામી ૮ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ૧૦ ટ્રિલિયન ડોલરની થઈ જશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.