રાજ્યપાલે મનપા સંચાલિત ઢોરવાડાની મુલાકાત લીધી

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડાની આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી.
સૌપ્રથમ બાકરોલ અને ત્યારબાદ દાણીલીમડા સ્થિત ઢોરવાડાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી અને અહીં રાખવામાં આવેલ ગાયોની સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યપાલે ઢોરવાડાના સંચાલકને પણ ગાયોની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
જેમા તેમણે વાછરડા અને મોટી ગાયોને અલગ રાખવા અંગે સૂચના આપી હતી. સાથે જ ગાયોની યોગ્ય માવજત થાય તે અંગે પણ મનપા તંત્રને ટકોર કરી હતી.
રાજ્યપાલે આગામી ૨૦ દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવે તેની જાણ કરવા પણ સૂચનો કર્યા છે. SS3SS