Western Times News

Gujarati News

બ્રાઝીલનાં મહાન ફૂટબોલર પેલેનું ૮૨ વર્ષે નિધન

નવી દિલ્હી, બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેનું ૮૨ વર્ષની વયે અવસાન થયું છે. પેલેની પુત્રીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને પિતાના નિધનની જાણકારી આપી. પેલે છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં જીવન મરણ સામે લડી રહ્યા હતા અને તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું. એટલું જ નહીં તેઑની કિડની અને હૃદય ધીમે ધીમે અસરગ્રસ્ત થઈ ગયા હતા.

પેલેને વિશેષ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. બ્રાઝિલને અનેક મેચ અને ટ્રોફી જિતડનાર દિગ્ગજ ખેલાડી કેન્સર સામેની જંગ જીતી શક્યો નહોતો. પેલે બ્રાઝિલ માટે ફોરવર્ડ તરીકે રમ્યા હતા. તેમણે ત્રણ વર્લ્ડકપમાં બ્રાઝિલ તરફથી શાનદાર રમત બતાવી હતી અને બ્રાઝિલને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. તેઓના નામે અનેક રેકોર્ડ્‌સ છે અને બ્રાઝિલ તેઓને હંમેશા હીરો તરીકે યાદ રાખશે.

માત્ર બ્રાઝિલ જ નહીં ખેલાડી તરીકે આ દિગ્ગજને આખી દુનિયા યાદ કરશે એવી તેની રમત હતી. અગાઉ થોડા દિવસ પહેલા જ બ્રાઝિલનો મહાન ફૂટબોલર હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ છે એવા સમાચાર ફૂટબોલના વર્લ્ડકપ વખતે જ આવ્યા હતા.

તેમને સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત સતત બગડી રહી હતી અને તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે તેને કોલોન એટ્‌લે કે આંતરડાનું કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. પેલેને કેન્સર, ખરાબ કિડની અને હૃદયની સમસ્યાઓ સહિત અનેક બિમારીઓથી પીડિત છે. પેલેની પુત્રીએ “વધુ એક રાત પિતા સાથે” એવી કેપ્શન સાથે પોતાનો અને ફૂટબોલર પેલેનો હૃદયસ્પર્શી ફોટો શેર કર્યો હતો. પેલે બ્રાઝિલની ટિમમાંથી રમીને ત્રણ વખત ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન રહ્યા છે.

એક પછી એક ૧૯૫૮ અને ૧૯૬૨ અને પછી છેલ્લી વખત ૧૯૭૦ માં વર્લ્ડકપ વિજેતા ટીમનો તેઓ હિસ્સો રહ્યા હતા. પેલે કુલ ૪ વર્લ્ડ કપ રમ્યા હતા. એમાંથી ત્રણ જીત્યા હતા અને અત્યાર સુધી સૌથી વધુ વખત વર્લ્ડકપ જીતવાનો રેકોર્ડ પણ તેના નામે જ છે. ખરેખર તો ત્રણ વર્લ્ડ કપ જીતનારા તેઓ એકમાત્ર ખેલાડી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.