નડિયાદ નગરપાલિકા સંચાલિત શાળાની ગંભીર બેદરકારી સામે આવી

નડિયાદ, નડિયાદ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર ૧૪ની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડીને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. સ્કૂલના બે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટસ એક્ટિવિટી માટે લઈ જવામાં આવ્યા હતા.
ખેડાના નડિયાદ તાલુકામાં નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર ૧૪ની ઘોર બેદરકારી સામે આવી છે. આ શાળાના બે શિક્ષકો વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડીને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે લઈ જતા હોવાનું સામે આવ્યુ છે. ૧૬ જેટલા વિદ્યાર્થીને ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં સામાનની જ હેરફેર કરવાની હોય છે. ત્યારે સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને જાેખમી રીતે ટેમ્પોમાં બેસાડીને લઈ ગયા હતા.
આ સમગ્ર મામલે નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ નિવેદન આપ્યુ કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે અને આર્ચાય અને શિક્ષકોની પૂછપરછ કરાશે. અહીં સૌથી મોટો સવાલ એ છે વડોદરાની હરણી તળાવની દુર્ઘટના બાદ પણ શાળા દ્વારા ગંભીર પગલા લેવામાં નથી આવી રહ્યા છે.
તાજેતરમાં જ શાળાના શિક્ષકો અને બોટમાલિકોની બેદરકારીને કારણે ફુલ જેવા કુમળા ૧૨ બાળકોના હરણી બોટ દુર્ઘટનામાં મોત થયા છે. ત્યારે ટેમ્પોમાં ભરીને વિદ્યાર્થીઓને લઈ જવાનો પરવાનો શિક્ષકોને કોણે આપ્યો?
શુ શાળાના આચાર્ય આ ઘટનાની માહિતગાર હતા કે નહીં ! જાે શાળાના આચાર્યને આ ઘટનાની જાણકારી હતી તો શું તેમણે પણ જરૂરી ન ગણ્યુ કે તેમને રોકવામાં આવે? કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની? વિદ્યાર્થીઓના જીવના જાેખમમાં મુકવાની છૂટ કોણે આપી? શું આ પ્રકારી ગંભીર બેદરકારી બદલ શાળા સામે કોઈ પગલા લેવામાં આવશે કે માત્ર સૂચના આપીને જ સંતોષ માનવામાં આવશે? SS3SS