ભારત સહીત વિશ્વમાં સીસાના ઝેરનો વધતો ખતરો, દર વર્ષે ૧૦ લાખના મૃત્યુ
રાજકોટ, ભારત સહીત વિશ્વમાં વાયુ પ્રદુષણની જેમ લેડ સીસાનું પ્રદુષણ અત્યંત જાેખમી રીતે પ્રસરી રહયું ેછ. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર લેડની ઝેરી અસરથી વર્ષે ૧૦ લાખથી વધુ લોકો મોતને ભેટે છે.
જેમાં મોટાભાગના બાળકો હોય છે. એટલું જ નહી લેડ પોઈઝનીગની જે મૃત્યુ નથી. પામતા પણ અસરગ્રસ્ત થાય છે. તેવા લોકોમાં જીવનભર એનેમીયા લોહીના ટકા ઓછા હાઈપર ટેન્શન બીપી પ્રજનની માઠી અસર તથા વર્તુણકુના ફેરફારથી માંડીને ન્યુરોલોજીકલ રોગોથી પીડાવું પડે છે.
ધંધો વધારવા લેડ અર્થાત સીસુનો ઉપયોગ અનેકવીધ ઘરેલું વપરાશના ઉત્પાદનોમાં પણ થાય છે. કિકને બદલે ઓટોસ્ટાર્ટ વાહનોમાં વધતા ચલણ વચ્ચે વાહનોની લેડ એસીડ બેટરીમાં પેઈન્ટસમાં ગ્લાસવેર એમ્યુનેશન જવેલરી રમકડાં, કોસ્મેટીક સહીત
અનેક ઉત્પાદનોની માંડીને પીવાના પાણીની પાઈપલાઈનના સોલ્ડર સહીત કોમ્પોનન્સમાં તેના ઉપયોગથી જાણતા અજાણતા તેના સંપર્કમાં લોકોએ આવવું પડે છે. જે કારણે વિશ્વના ૩૩ ટકા બાળકોના લોહીમાં તેનું પ્રમાણ નિયત માત્રા કરતા વધુ જાેવા મળે છે. લેડ પ્રદુષણ ગમે એટલુંં ઓછું હોય તો પણ તે સલામત નથી.
ભારત સરકારે નવેમ્બર ર૦૧૬માં નોટીફીકેશન જારી કરીને લેડ યુઝ પર નિયંત્રણો મુકયા છે. પેઈન્ટસમાં ૯૦ પીપીએઅમ પાર્ટસ પર મિલીયન થી વધુ લેડ વાપરવામાં પર પ્રતીબંધમાં છે. પરંતુ તેના આવા પ્રતીબંધોથી વિશેષ તેનો ચુસ્ત અમલ દજરૂરી હોય છે. ભારત સહીત વિશ્વના ૮૪ દેશોએ કલરમાં લેડ વપરાશ પર પ્રતીબંધ મુકયો છે.
લોહીના પરીભ્રમણ મગજની કાર્યશકિત કિડની,હૃદય વગેરે પર ઘાતક અસર કરતા લેડ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ આઈડીયોપેથીક ઈન્ટેલીજીન્સ ડીસેબીલીનટા વૈશ્વીક રોગ કે જેનું કારણ અનજાન રહે છે તેના ૩૦ ટકા કેસો સામે લેડ કારણભુત છે. જયારે ૪.૬ ટકા હૃદયરોગો અને ૩ ટકા ક્રોનીક કિડની રોગો માટે કારણભુત છે.