બિલકિશ બાનુ કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિવ્યુ પિટીશન
અમદાવાદ, બિલકિશ બાનુના દોષિતોને ફરી જેલ મોકલવા મામલે ગુજરાત સરકાર હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ગુજરાત સરકારે બિલકિશના દોષિતોને આજીવનકેદની સજા પુરી થયા પહેલા તેમને મુક્ત કરવાના આદેશને રદ કરવાના નિર્ણય પર પુનર્વિચાર યાચિકા દાખલ કરી છે. સરકારે કોર્ટને તેના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ કરાયેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની યાચિકા દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ૮ જાન્યુઆરીએ બિલકિશ બાનુની અરજી પર હત્યા અને રેપ મામલે ઉમરકેદની સજા પામેલા ૧૧ દોષીતોની મુક્તિના ૧૭ મહિના પછી ફરી જેલમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં ગુજરાત સરકારના સમય પહેલા દોષિતોને મુક્ત કરવાના આદેશને રદ્દ કર્યો હતો.
સાથે જ સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકારે તે કઠોર શબ્દોમાં કરાયેલી ટિપ્પણીને હટાવવાની માગ કરતી રિવ્યુ પિટીશન દાખલ કરી છે. જેમા કહ્યુ છે કે કોર્ટે તેમના નિર્ણયમાં બિલકિશ બાનુ મામલે રાજ્યએ દોષિતો સાથે મળીને કામ કર્યુ,જેવી સરકાર વિરોધી ટિપ્પણીઓને દૂર કરી દેવી જોઈએ.
ગુજરાત સરકારે તેમની યાચિકામાં જણાવ્યુ છે કે એવી ટિપ્પણીઓ પૂર્વગ્રહ ઉભો કરવાનુ કામ કરે છે. ગુજરાત સરકારે જણાવ્યુ કે તેમને હાઈકોર્ટના ૨૦૨૨ના આદેશ અનુસાર જ કામ કર્યુ છે. સરકારનો નિર્ણય એ સત્તાનો દુરુપયોગ ન હતો.
આપને જણાવી દઈએ કે બિલ્કીસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરતા ગુનેગારોની સજાની માફી રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જ્યાં અપરાધી પર કેસ ચલાવવામાં આવ્યો છે અને સજા સંભળાવવામાં આવી છે ત્યાં માત્ર રાજ્ય જ દોષિતોને માફ કરવાનો નિર્ણય લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર ગુનેગારોની સજા માફ કરવાનો નિર્ણય લઈ શકતી નથી, તેના પર મહારાષ્ટ્ર સરકાર નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે બિલકિસ બાનુ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી.SS1MS