Western Times News

Gujarati News

ગુજરાત સરકારે પ્રદૂષણ અટકાવવા અનેકવિધ નવતર પહેલ હાથ ધરી

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારે પ્રદૂષણ અટકાવવા અનેકવિધ નવતર પહેલ હાથ ધરી છે. હવા પ્રદૂષણ માટે ઉદ્યોગોની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન વગેરે પરિબળો જવાબદાર હોવાથી તમામને સાંકળી રાજ્યના અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ એમ મુખ્ય ચાર શહેરોમાં ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’- નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

જે અંર્તગત ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ, હવાની ગુણવત્તા માપણીના સાધનો, ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગોમાં ક્લીન ફ્યુઅલનો વપરાશ વગેરે પર રાજ્ય સરકાર દ્વારા સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરક્યુલર ઇકોનોમીના અભિગમને પ્રાધાન્ય આપવા કચરાનો પુનઃવપરાશ, વેસ્ટ રીસાયક્લીંગ તથા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી પુનઃવપરાશ વગેરે કાર્યોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ સાથે ઉદ્યોગો, ઔદ્યોગિક એસોસીએશન વગેરેનું કેપેસીટી બિલ્ડીંગ તથા જન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નવીનત્તમ ટેકનોલોજી થકી પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યા રહ્યા છે, જે પૈકી પાર્ટીક્યુલેટ મેટર-સૂક્ષ્મ કણો નિયંત્રણ માટે પ્રથમવાર સુરત તથા અમદાવાદમાં કાર્યરત ‘એમિશન ટ્રેડીંગ સ્કીમ’ પાયલોટ પ્રોજેક્ટ,

જાખમી કચરાના પરિવહન દરમિયાન ટ્રેકિંગ માટે કાર્યરત જીપીએસ આધારીત વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સિસ્ટમ – કોમન મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટર્સ-સ્પ્રે ડ્રાયર માટે મેનીફેસ્ટ સિસ્ટમ તથા કોમન સ્પ્રે ડ્રાયર માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સમગ્ર દેશમાં જાખમી કચરાના હેરફેર માટે વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સિસ્ટમ ઊભી કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હોવાના પરિણામે આ વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સિસ્ટમને વર્ષ ૨૦૨૩માં પર્યાવરણ ક્ષેત્રની કામગીરી માટે ‘સ્કોચ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

વધુમાં બાયસેગ સાથે સંકલન કરી જીઆઈએસ ટુલ બનાવાયુ છે જે નવા ઉદ્યોગો માટે સાઇટીંગ ક્રાઇટેરીયા મુજબ ઉદ્યોગને મંજૂરી આપી શકાય કે કેમ તે અંગેનો નિર્ણય કરવામાં સહાયરૂપ છે. સરકાર દ્વારા પેપરલેસ ઓફીસની દિશામાં આગળ વધવા માટે ી-સરકાર જેવી ઓનલાઇન સીસ્ટમ વિકસાવાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.