શોર્ટ વીડિયો અને રીલ્સ જોવાની આદત હાઇ બ્લડપ્રેશરને સીધું આમંત્રણ આપે છે
મુંબઈ, શોર્ટ વીડિયો અને રીલ્સ જોવાની આદત આજના યુવાનો અને મધ્યમ ઉંમરના લોકોના દૈનિક જીવનનો એક હિસ્સો બની ગઇ છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલાં એક સંશોધનમાં એવું તારણ બહાર આવ્યું છે કે આ ખોટી ટેવ તમને હાઇ બ્લડપ્રેશરની બિમારી સુધી આસાનીથી દોરી જઇ શકે છે.
ચીનના યુવાનો અને મધ્યમ ઉંમર ધરાવતા લોકોમાં પ્રવર્તતી હાઇપરટેન્શન (ઉચાટ અને ઉદ્વેગ)ની સમસ્યા અને પથારીમાં સૂતા પહેલાં શોર્ટ વીડિયો અને રીલ્સ જોવા માટે ખર્ચાતા સ્ક્રિન ટાઇમ વચ્ચે રહેલાં સંબંધને શોધી કાઢવા ચીનની ધ ફર્સ્ટ હોસ્પિટલ ઓફ હેબેઇ મેડિકલ યુનિવર્સિટિના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક સંશોધન હાથ ધર્યું હતું.
વૈજ્ઞાનિકોની આ ટીમે ચીનના ૪૩૧૮ જેટલા યુવાનો અને મધ્યમ ઉંમર ધરાવતા લોકોનો સર્વે હાથ ધર્યાે હતો અને તેઓ દ્વારા ખર્ચાયેલા સ્ક્રિન ટાઇમ અને તેઓની બિમારી વિશેના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં તેઓને જાણવા મળ્યું હતું કે આ તમામ લોકોને સૂતી વખતે પથારીમાં પોતાના મોબાઇલ ફોનમાં શોર્ટ વીડિયો અને રીલ્સ જોવાની બુરી આદત લાગેલી હતી જેના પગલે જાન્યુઆરી ૨૦૨૩ થી સપ્ટેમ્બર-૨૦૨૩ વચ્ચે આ તમામ લોકોને પોતાના આરોગ્યની ચકાસણી કરાવવી પડી હતી.
આ લોકોના ડેટાના ઉંડાણપૂર્વકના વિશ્લેષણથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે તેઓમાં હાઇપર ટેન્શનની જે સમસ્યા પ્રવર્તે છે. તેને અને સૂતી વખતે વીડિયો જોવા માટે ખર્ચ કરાતા સ્ક્રિનટાઇમ વચ્ચે સીધો સંબંધ છે, અર્થાત તેઓની આ બુરી આદતના કારણે જે તેઓમાં હાઇપરટેન્શનની બિમારી ઉભી થઇ હતી.
‘ચીનના યુવાનો અને મધ્યમ ઉંમર ધરાવતા લોકોમાં પ્રવર્તી રહી હાઇપરટેન્શનની સમસ્યા અને સૂતી વખતે પથારીમાં શોર્ટ વીડિયો અને રીલ્સ જોવા માર્ટે ખર્ચાતા સ્ક્રિન ટાઇમ એકબીજા સાથે સીધો સંબંધ ધરાવે છે’ એમ આ સર્વે હાથ ધરનારા વૈજ્ઞાનિકોની ટીમે બીએમસી પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા લેખમાં કહ્યું હતું.
આ સર્વે બાદ આ વૈજ્ઞાનિકોએ યુવાનો અને મધ્યમ ઉંમરના લોકોને સૂતી વખતે વીડિયો જોવાની આદત ઉપર અંકુશ મૂકવાની સલાહ આપી હતી.
તદઉપરાંત તેઓએ લોકોને હાઇપરટેન્શનની બિમારીને દૂર કરવા શરીરના વજનને, લોહીમાં રહેલી ચરબી અને કોલસ્ટરોલને, લોહીમાં રહેલી સુગરને અને યુરિક એસિડના લેવલને અંકુશમાં લેવાની ભલામણ પણ કરી હતી. તદઉપરાંત તેઓએ સોડિયમનું વધુ પડતું પ્રમાણ ધરાવતા ખોરાક અને ઠંડા પીણાં ઉપર પણ અંકુશ મૂકવાની સલાહ આપી હતી.
આ અગાઉ હાથ ધરાયેલા સર્વેમાં પણ એવું તારણ વ્યક્ત કરાયું હતું કે એક સપ્તાહમાં ૩૦ મિનિટ કે તેથી વધુનો સ્ક્રિન ટાઇમ અને સતત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી હાઇ બ્લડપ્રેશર અને હાઇપરટેન્શનની બિમારીનું જોખમ અનેકઘણું વધી જાય છે.યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી દ્વારા પ્રકાશિત થતાં યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં એક સંશોધનમાં પણ સ્પષ્ટ સંકેત કરાયો હતો કે મોબાઈઇલ ફોનમાંથી સતત છોડવામાં વતી ઓછા લેવલની રેડિયોળિક્વન્સી માનવ શરીરમાં વધી રહેલાં બ્લડપ્રેશર વચ્ચે સીધો સંબંધ રહેલો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ)ની આંકડાકીય માહિતી અનુસાર સમગ્ર વિશ્વમાં ૩૦ થી ૭૯ વર્ષની ઉંમર વચ્ચેના ૧.૩ અબજ લોકો બ્લડપ્રેશરની બિમારીથી પીડાઇ રહ્યા છે, અને હાર્ટ એટેક તથા સ્ટ્રોક જેવા રોગ થવાનું જોખમ વધારી દે છે અને ક્યારેક-ક્યારેક બ્લડપ્રેશરના કારમે વ્યક્તિનું અકાળે અવસાન પણ થઇ શકે છે.SS1MS