વલસાડમાં હરિનામ સંકીર્તન યાત્રાએ ભક્તિ મય વાતાવરણ સર્જ્યું

(પ્રતિનિધિ)વલસાડ, સંતની પ્રેરણાથી યોગ વેદાંત સેવા સમિતિ વલસાડ દ્વારા હરિનામ સંકીર્તન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. હરિનામ ર્સંકિતન યાત્રા સંત ની સાધના મંદિર પાલિહિલ થી પ્રારંભ થઇ-હાલર ચારરસ્તા-નાનકવાડા ગ્રામ પંચાયત – આમ્રપાલી સોસાયટી – સરદારહાઈટ – પાલિહિલ ખાતે પુર્ણાહુતી થઈ હતી. આદરણીય સંત સમજાવે છે કે સંત અને સમાજ વચ્ચે સેતુ બનવું, સત્સંગ સુધી પહોંચવા માટે સમાજની સેવા કરવી એ સામાન્ય સેવા નથી.
સમિતિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યાત્રાનો હેતુ લોકોના મનમાં આધ્યાત્મિક ક્રાંતિ લાવવાનો છે. તેમણે જણાવ્યું કે સંકીર્તન યાત્રા દરમિયાન સંત આધ્યાત્મિક જીવન ચરિત્ર આધારિત વિવિધ પ્રકારના બેનરોથી શણગારેલા વાહનો ભક્તો અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.