રશિયાના ન્યૂક્લિયર ફોર્સિસના વડાનું બોમ્બ બ્લાસ્ટમાં મોત
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મંગળવારે રશિયાના ન્યૂક્લિયર ફોર્સિસના ચીફ ઈગોર કિરિલોવનું એક બોમ્બ બ્લાસ્ટમાં મોત નિપજ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર કિરિલોવની હત્યા યુક્રેન કરાવી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યાં છે. કિરિલોવ પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે નજીકમાં પાર્ક કરેલા એક સ્કૂટરમાં થયેલાં પ્રચંડ વિસ્ફોટમાં તેમનું અને તેમના મદદનીશનું મોત નિપજ્યું હતું.
યુક્રેનિયન મીડિયા અનુસાર રશિયન ન્યૂક્લિયર ફોર્સિસના ચીફની હત્યા યુક્રેનની સિક્યોરિટી સર્વિસ (એસબીયુ)એ કરાવી છે.આ વિસ્ફોટ મોસ્કોના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનથી માત્ર સાત કિલોમીટરના અંતરે થયો હતો.SS1MS