આરોગ્ય વિભાગે ઓપીડીનો સમય વધારતાં ડોકટરો સહિત પેરામેડીકલ સ્ટાફમાં વિરોધ ઉભો થયો
ગાંધીનગર, સરકારી હોસ્પિટલમાં ઓપીડીનો સમય વધારવાના ર્નિણય થી ગાંધીનગર જૂનાં સચિવાલય બહાર આરોગ્ય ખાતાના કર્મચારીઓ ઉપરાંત ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને જુની ઓપીડી મુજબનો સમય રાખવા માટે માગણી કરવામાં આવી હતી.
આ તબક્કે કેટલાક સરકારી ડોકટરો એ પ્રતિભાવ આપ્યો હતો કે ૧૧ કલાક જેટલો સમય નોકરીનો કરાયો તે યોગ્ય નથી. એટલું જનહીં રાજ્ય સરકાર દ્વારા રવિવારે પણ નોકરી કરવા માટે કરાયા છે. તે આદેશ તાત્કાલિક રદ કરી જૂનો પરિપત્ર અમલી બનાવે તેવી માંગણી કરી છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ઓપીડી નો સમય વધારતાં ડોકટરો સહિત પેરામેડીકલ સ્ટાફમાં વિરોધ ઉભો થયો છે. આજે આ મુદ્દાને લઈ આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટેસ્ફે ઓપીડી નો સમય વધારતો પરિપત્ર પાછો ખેંચવા સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય કર્મચારીઓ એ જણાવ્યું કે સામાન્ય સંજાેગોમાં પણ દર્દીઓને ઇમરજન્સી સારવાર મળી જ રહે છે. ત્યારે સમયના કલાક વધારતો આ ર્નિણય અયોગ્ય છે. એટલું જ નહીં સોમવાર થી શનિવાર રાત્રે ૮ વાગ્યા સુધી અને શનિવાર રવિવાર વધુ ૪ કલાક એટલે કે એક સપ્તાહમાં અંદાજીત ૭૦ કલાક કામ કરવાનું થાય છે.જે યોગ્ય નથી.
તો બીજી તરફ તેમણે કહ્યું કે કોરોના જેવી મહામારી ના સમયમાં અને ત્યારબાદ ગુજરાત ને કોરોના માંથી બહાર કાઢવાનું મહત્વનું કામ ડોકટરો અને તમામ સ્ટાફે કર્યું છે. ત્યારે સરકારે અચાનક કરેલો આ આદેશ બિલકુલ યોગ્ય નહીં હોવાનો મત વ્યક્ત કર્યો છે. અને અપીલ કરી છે કે સરકાર આ બાબતે તાત્કાલીક આદેશ પરત ખેંચી જુના નિયમ મુજબ આરોગ્ય સેવાઓ ચાલે તેવા નવા આદેશ કરે તેવી માંગણી કરવામાં આવી છે.