Western Times News

Gujarati News

જિંદગી જીવવાની જડીબુટ્ટી …હાસ્ય થેરપી

‘શરીર અને મન માટે હાસ્ય જેવું બીજું કોઈ ટોનિક નથી ’

જાે આપને પૂછવામાં આવે કે ખડખડાટ અને મુક્ત મને છેલ્લે આપ ક્યારે હસેલા ….તો મોટાભાગે લોકો કહેતાં નજરે પડશે , કે હાલ તો યાદ નથી આવતું ….!

આપણી રૂટિન દિનચર્યા માંથી મોકળાશ ની પળો ધીમે ધીમે અદ્રશ્ય થતી જાય છે .એ મોકળાશની પળો …..એ મિત્રો ….અને એ હસીમજાકનો માહોલ …..બધું એક જાદુની જેમ ગાયબ થઇ ગયું છે .આજે આપણે દિલ ખોલીને હસવાનાં ફાયદાઓ વિષે વાત કરીશું .

ઈશ્વરે માત્ર મનુષ્યને આપેલું વરદાન એટલે સ્મિત …હાસ્ય …મુસ્કરાહટ .

પૃથ્વી પર અવતરણ પામેલા તમામ જીવ માંથી સર્જનહારે આપણને સ્મિતની અદભુત સૌગાત આપી છે . એક મીઠું સ્મિત હોય તારાં હોઠે ….કવિની કલ્પનાઓ અને અસંખ્ય કવિતાઓ માં સ્મિતથી શોભતા ચહેરાનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે .એ હકીકત છે કે ‘હસતો ચહેરો’ માણસના મૂડને બદલી નાખવામાં મોટો ભાગ ભજવે છે .સ્ટ્રેસ થી છલકાતી દિવસની મોટાભાગની ક્ષણો માં સ્મિત જ એક એવું ઔષધ છે જે આપણને સકારાત્મકતા તરફ દોરી જાય છે .

હસવાથી કેટકેટલી બીમારીઓથી આપણે દૂર રહી શકીયે છીએ એ માહિતીથી કદાચ તમામ વાકેફ નહીં હોય .
જયારે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય છે ત્યારે તેના શરીર માંથી ચોક્કસ પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે …જેવાકે કાર્ટિસોલ અને એડ્રેલીગ .

હસવાથી શરીરમાં ઉપરોક્ત હોર્મોન્સનું પ્રમાણ ઘટવા લાગે છે અને “એંડ્રોફિન્સ “નામનું રસાયન રિલીઝ થવા લાગે છે .જે સ્ટ્રેસ દૂર કરી મનને શાંતિ આપે છે .વ્યક્તિ ખુશ થઈને પોતાના કામ માં જાેડાઈ જાય છે .હસવાથી મનુષ્ય ના ફેફસા વધુ ઓક્સિજન હવામાંથી ખેંચે છે જે મજબૂત હદય માટે આવશ્યક છે .આમ કહી શકાય કે ખુલ્લા મને કે ખડખડાટ હસવાથી વ્યક્તિ હદયરોગ થી બચી શકે છે .

‘એન્ડ્રોફિન્સ’ એક એવો હોર્મોન્સ છે જે શારીરિક કસરત કરવાની રિલીઝ થાય છે .એટલે જ સ્ટ્રેસફુલ જીવન જીવનાર જિમ જાય છે અને હળવાશ અનુભવે છે …એ હકીકત છે.

હસવાથી આપણા વિચારોમાં સકારાત્મકતા વધે છે .દરેક પરિસ્થિતિને જેવી છે એવી જ અપનાવી લેવાની અનોખી વિચારસરણી માણસને ઇઝી રાખે છે .ભૂલ ભલે કોઈની પણ હોય હસીને ટાળી નાખવાથી કેટ -કેટલાય સંધર્ષો માંથી બચી શકાય છે .હસતો ચહેરો હરેકના દિલ પર સુંદર છાપ છોડે છે .

વિજ્ઞાન કહે છે …હસવાથી રક્તમાં શ્વેતકણો અને રક્તકણો વધુ બને છે તેથી આપણી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે .રક્તમાં હિમોગ્લોબીન પણ વધે છે .હસવાથી ચહેરાના સ્નાયુઓ ને બળ મળે છે ,જેથી ચહેરા પર એજિંગની પ્રક્રિયા ધીમી પડે છે .

મન મૂકીને ખુલ્લા દિલ થી હસવું એ એક જાતનો પ્રાણાયામ છે કારણકે હસવાથી આપણું પેટ અંદર ની તરફ જાય છે .વારંવાર આ પ્રકિયા ઝડપથી થતા કાર્બનડાયોક્સાઇડ બહાર નીકળે છે અને વધુ ઓક્સિજન શરીરને પહોંચે છે .ફેફસાને હેલ્થી રાખવા માટે પણ હસવું જરૂરી છે કારણકે હસવાથી આપણા ફેફસાં ફૂલે છે અને આપણે શ્વાસ વાટે ઓક્સિજનની માત્રા વધુ પ્રમાણમાં લઈએ છીએ .

છુપી ભાવનાઓના લીધે ઉદભવતા માનસિક રોગોમાં હસવાથી સારું પરિણામ મળ્યાના ઉદાહરણ છે .નકારાત્મક વિચારો અને ડિપ્રેસન જેવા રોગોને દૂર કરી જીવનના જીવંતતા લાવવાનું કામ હાસ્ય કરે છે .

છેલ્લાં કેટલાંક સમયથી ઘણી બધી જગ્યાએ “લાફિંગ ક્લબ ” શરૂ થયેલી છે જ્યાં મોટાભાગે વડીલો ભેગા મળી લાફીંગ ચેલેન્જ લેતા હોય છે …..પણ હવે સમય આવી ગયો છે , દરેક વ્યક્તિએ બીઝી દિવસમાંથી થોડોક સમય ખુલ્લા મને હસી શકાય એવી જગ્યાઓ અને કારણો શોધી લેવા પડશે .જેથી કરીને આપણે સૌ નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકીયે .

મોટા હોય કે નાના હાસ્યની જડીબુટ્ટી સૌના માટે જરૂરી છે એક નિર્દોષ અને પ્રેમભર્યું સ્મિત મનુષ્યની ઉંમર વધારે છે એ જરૂર યાદ રાખવું જાેઈએ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.