‘લાપતા લેડીઝ’નો હીરો હવે નાગા ચૈતન્ય સામે વિલન બનશે
મુંબઈ, ઓસ્કારની રેસમાં દોડ્યા બાદ ‘લાપતા લેડીઝ’નો હિરો સ્પર્શ શ્રીવાસ્તવ હવે વિલનના રોલમાં જોવા મળશે. નવેમ્બર ૨૦૨૪માં ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. જે મુજબ નાગા ચૈતન્ય અને ‘વિરુપક્ષ’ના ડિરેક્ટર કાર્તિક વર્મા દાંડુ એક પૅન ઇન્ડિયા થ્રિલર ફિલ્મ બનાવી રહ્યા છે.
આ એક રહસ્યમય ફિલ્મ હશે. હાલ આ ફિલ્મને ‘એનસી ૨૪’ નામ આપવામાં આવ્યું છે, ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી.હાલ આ ફિલ્મ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે, હવે તેમાં સ્પર્ષ શ્રીવાસ્તવ વિલન તરીકે જોડાયો હોવાના અહેવાલો છે. ‘લાપતા લેડીઝ’થી વધુ જાણીતો થયેલો સ્પર્શ આ ફિલ્મમાં વધુ એક વખત નેગેટિવ રોલમાં જોવા મળશે. આ પહેલાં તે ‘જામતારા’માં આ પ્રકારનો રોલ કરી ચૂક્યો છે.
ફિલ્મના મેકર્સ તરફથી ટૂંક સમયમાં આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. વિલન તરીકે સ્પર્ષના અભિનયના અલગ પાસાને જોવામાં દર્શકોને પણ મજા આવશે.અન્ય અહેવાલો અનુસાર નાગા ચૈતન્ય સાથે આ ફિલ્મમાં મીનાક્ષી ચૌધરી લીડ રોલ કરશે.
નાગા ચૈતન્ય હાલ ‘થંડેલ’નું કામ કરી રહ્યો છે, એ પૂરું થયા બાદ તે આ ફિલ્મનું કામ શરૂ કરશે. શ્રી વેંકટેશ્વરા સિને ચિત્ર આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને સુકુમારે આ ફિલ્મ લખી છે, જ્યારે અજનીશ લોકનાથ આ ફિલ્મનું સંગીત કમ્પોઝ કરી રહ્યા છે. આવનારા સમયમાં આ ફિલ્મ અંગે અન્ય જાહેરાત કરવામાં આવશે.SS1MS