નિયમ અને શિસ્ત બહાર વર્તનાર પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી
યુનિફોર્મ વિના જ કોર્ટમાં હાજર થતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશેઃ હાઇકોર્ટ
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે હવે વર્દી પહેર્યા વિના જ હાજર થતા પોલીસ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે વર્દી પહેર્યા વિના જ કોર્ટમાં ઉપસ્થિત રહેવાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. શિસ્ત અને નિયમ બહાર વર્તનાર અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાત હાઈકોર્ટે હવે એવા પોલીસ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે કે, જે ખાખી વર્દી પહેર્યા વિના જ કોર્ટમાં ઉપસ્થિત રહી જતા હોય છે. વર્દીની દરકાર નહીં કરનારા પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે હવે લાલ આંખ કરતા કહ્યુ છે કે, આવા અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નહીં.
યુનિફોર્મ વિના જ કોર્ટમાં હાજર થતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે એમ પણ હાઈકોર્ટે ટકોર કરી છે. યુનિફોર્મ વિનાના કોઈપણ અધિકારી સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે એમ પણ હાઈકોર્ટે કહ્યુ છે. નિયમ અને શિસ્ત બહાર વર્તનાર અને કોર્ટ પ્રત્યે બેદરકાર રહેનાર અધિકારીઓ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.