વૃદ્ધની ધ્વની પ્રદુષણની ફરિયાદને આધારે હાઈકોર્ટે સરકારને નોટીસ આપી
તહેવારોમાં સોસાયટીમાં વગાડાતા લાઉડ સ્પીકર્સના ઘોંઘાટથી ત્રસ્ત વૃદ્ધની રીટ
(એજન્સી)અમદાવાદ, ન્યુ રાણીપની ગણેશ હોમ્સ સોસાયટીમાં રહેતાં ૭ર વર્ષના વૃદ્ધે સોસાયટી દ્વારા તહેવારોમાં ધ્વની પ્રદુષણ કરાતું હોવાના આક્ષેપ સાથે હાઈકોટમાં રીટ કરી છે. જેમાં એવો દાવો છે કે નવરાત્રી, જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોમાં સોસાયટીમાં નિયત મર્યાદા કરતાં વધુ અવાજમાં લાઉડસ્પીકર્સ વગાડવામાં આવે છે.
જેના લીધે વૃદ્ધ જ નહી મહીીલા અને બાળકોને પ ભારે હાલાકી નડે છે. આ અંગે ઓથોરીટી સમક્ષ રજુઆતો કર્યા છતાં કોઈ નિર્ણય ન આવતા હાઈકોર્ટના દ્વાર ખખડાવની ફરજ પડી છે. એકટીગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બીીરેન વૈષ્ણવની ખંડપીઠે આ રીટમાં સરકારને મુદે થયેલી જાહેરહીતની અરજી સાથેએની સુનાવણી મુકરર કરી છે.
પ્રસ્તુત કેસમાં ન્યુ રાણીપના ગણેશ હોમ્સમાં કેસમાં ન્યુ રાણીપના ગણેશ હોમ્સનાં રહેતાં ૭ર વર્ષના કનુભાઈ બારોટે એડવોકેટ ધર્મશ ગુર્જર મારફતે હાઈકોર્ટમાં રીટ કરી છે. જેમાં એવી રજુઆતો કરે છે. કે અરજદાર સીનીયર સીટીઝન છે. અને બીમારીઓથી પણ પીડાય છે. તેઓ હંમેશા શાંતીપુર્ણ પરીસ્થિતીમાં રહે છે.
પરંતુ નવરાત્રી, ગણેશોત્સવ અને જન્માષ્ટમી સહીતીના તહેવારોમાં સોસાયટી દ્વારા વહીવટદારો દ્વારા ભારે અવાજમાં લાઉડ સ્પીકર્સ વગાડવામાં આવે છે. જેના લીધે ધ્વની પ્રદુષણ થાયય છે. અને અરજદારોને ભારે મુુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રીટમાં એવી રજુઆત કરાઈ છે. કે ગર્ભવતી મહીલાઓ બાળકો અને વૃદ્ધો માટે ધ્વની પ્રદુષણ જાેખમી છે.
સરકારે ધ્વની મર્યાદા નકકી કરેલી છે. અને તેના સોસાયટીી દ્વારા ભંગ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પણ આવા કિસ્સામાં સ્પષ્ટ કરેલું છે. કે તહેવારો દરમ્યાન લાઉડ સ્પીકર્સ વગાડવા માટે તંત્ર જાેડેથી મંજુરી લેવાની રહેશે. જાે મર્યાદાનો ભંગ થાય તો જવાબદારો દંડને પાત્ર રહેશે.
જાેકે સોસાયટીના વહીવટદારોના નિયમોનો ભંગ કરે છે. આ મુદે ઓથોરીટી સમક્ષ અનેક રજુઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.’ પ્રસ્તુત કેસમાં નવરાત્રીનો ઉલ્લેખ કરીને અરજદારે એવી રજુઆત કરી છે. કે નવરાત્રીમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર્સ વગાડીને સોસાયટી નિયમનો ભંગ કરે છે.
અને વૃદ્ધાવસ્થાના લીધે તેમને ભારે હાલાકી પડે છે. સોસાયટીના વહીવવટદારને પણ આ મુદે અનેક રજુઆતો કરી છે કે પંરતુ તેમને સોસાયટીમાંંથી જ કાઢી મુકવા માટે ધમકાવ્યા હતા. તેથી હવે હાઈકોર્ટ આ મામલે યોગ્ય આદેશ કરી આપે.’