એડવોકેટસની ફીના નિયમને પડકારતી 25 વર્ષ જુની રીટ હાઈકોર્ટે રદ કરી
હાઈકોર્ટના રૂલ્સ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પડકારી શકે નહીંઃ હાઈકોર્ટ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટની રૂલ ૪૪૭માં એડવોકેટની ફીનો મુદો સાંકળી લેવામાં આવ્યો છે. જે રૂલને વર્ષ ૧૯૯૯માં એક રીટ પીટીશન મારફતે પડકારવામાં આવ્યો હતો. રપ વર્ષ બાદ આ રીટ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સૃનીતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂધ્ધ પી.માયીની ખંડપીઠે ફગાવી કાઢી છે.
અને એવી સુચક ટકોર સુનાવણી દરમ્યાન કરી હતી. કે ગુજરાત હાઈકોર્ટના રૂલ્સ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પડકારી શકે નહી. કાઉન્સીલને અને અન્ય કામો કરવાના હોય છે. પરંતુ તે બધા કામો કરવાના બદલે તેઓ આવી પીટીશન કરે છે. એડવોકેટસ ફી સાથે બાર કાઉન્સીલને કઈ લેવા દેવા હોવા જોઈએ નહી.
હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે કેસની સુનાવણી દરમ્યાન એવી ટકોર કરી હતી. કે બાર કાઉન્સીલ ગુજરાત, હાઈકોર્ટે રૂલ્સની માન્યતાને પડકારી શકે નહી. બાર કાઉન્સીલે તો હાઈકોર્ટને સહકાર રૂપ બનવું જોઈએ. તમે એડવોકેટસનું પ્રતીનીધીત્વ કરતા નથી કે તમે તેમના તરફથી વાંધા ઉઠાવી શકો. બાર એસોસીએશન એ કરે તો અમે સમજી શકીએ છીએ કેમ કે તેઓ એડવોકેટસનું પ્રતીનીધીત્વ કરે છે.
પરંતુ બાર કાઉન્સીલનું એક કામ જ નથી. તેથી જ અમે આ રીટ રદ કરી છે. વહીવટી સાઈડ પર તમે હાઈકોર્ટ સાથે ગમે ત્યારે પરામર્શ કે ચર્ચા વિચારણા કરી શકો. તમારું હંમેશાં સ્વાગત છે. પરંતુ આ રીતે રીટ કરી શકાય નહીં.
આ સમગ્ર મામલે વર્ષ ૧૯૯૯માં એક રીટ પીટીશીન કરવામાં આવી હતી. બુધવારે આ કેસની સુનાવણી દરમ્યાન બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એડવોકેટ હાજર નહોતા ત્યારે તેમના સહયોગી એડવોકેટ દ્વારા મુદત માગવામાં આવતાં હાઈકોર્ટ ઈન્કાર કર્યો હતો. અને રીટને રદ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ ગુરુવારે એડવોકેટ દ્વારા ફરી એકવાર રજુઆત કરવામા આવી હતી. રીટર્ન રદ કરવાનો આદેશ યથાવત રાખ્યો હતો.