આરોપીઓને જાહેરમાં ફટકારવાના કેસમાં હાઈકોર્ટે લાલ આંખ કરી
અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટને સૂચના આપવામાં આવી કે ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં વર્ષ ૨૦૨૨ના ઓક્ટોબર મહિનામાં ગરબાના એક કાર્યક્રમ દરમિયાન જે પથ્થરમારો થયો હતો અને ત્યારપછી જે જાહેરમાં માર મારવાની ઘટના બની હતી તેમાં પોલીસ વિભાગે પ્રાથમિક ધોરણે પોલીસ ઈન્સ્પેક્ટર સહિત છ પોલીસ કર્મીઓને દોષી ગણ્યા છે.
ઉલ્લેખનીય છે કે જે લોકોને કથિત ધોરણે થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો તેમણે કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી.
આ પિટિશનની સુનાવણી દરમિયાન સરકારી વકીલ મિતેષ અમિને જણાવ્યું કે, ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી શરુ કરવામાં આવી હતી અને પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જાે આ આરોપ સાચા સાબિત થઈ જશે તો મોટી સજા સંભળાવવામાં આવશે. બની શકે છે કે તેમને નિષ્કાસિત પણ કરવામાં આવે.
અત્યારે જે નામો સામે આવ્યા છે તે પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. પરમાર, કોન્સ્ટેબલ કે.એલ. ડાભી, મહેશ રબારી, અર્જુનસિંહ, વિષ્ણુ રબારી અને રાજુભાઈ ડાભી છે. કોર્ટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર આ પોલીસકર્મીઓનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.
અરજીકર્તાના એડવોકેટ આઈ.એચ. સૈયદ જણાવે છે કે, તંત્ર દ્વારા કરવામાં આવતો આ દાવો ખોટો છે. આ પોલીસકર્મીઓને તેમના ગામથી ૧૦ જ કિલોમીટર દૂર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે આ ઘટનામાં જે પોલીસકર્મીઓ પ્રાથમિક ધોરણે આરોપી જણાઈ રહ્યા છે તેમના વિરુદ્ધ કયા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જસ્ટિસ એન. વી. અંજારિયા તેમજ જસ્ટિસ નિરલ મહેતાની પીઠે જણાવ્યું કે, રાજ્ય સરકારે પથ્થરમારાની ઘટનાને હાઈલાઈટ કરીને આરોપી પોલીસકર્મીઓનો બચાવ કરવાનો પ્રયત્નકર્યો છે.
પરંતુ આ અદાલતના અનાદરનો કેસ છે, માટે અન્ય બાબત વચ્ચે લાવવી યોગ્ય નથી. આ પ્રકારના કેસમાં રાજ્યએ પોતાને આ પ્રકારના અધિકારીઓથી અલગ તારવી લેવું જાેઈએ.
અરજીકર્તાના વકીલે જણાવ્યું કે, પોલીસે આરોપીઓને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખ્યા હતા તેમજ તેમને ગામમાં લાવીને માર પણ મારવામાં આવ્યો હતો. જાહેરમાં કોરડા મારવાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસ દ્વારા જ અપલોડ કરવામાં આવ્યો હતો. જે લોકોને માર મારવામાં આવ્યો હતો તેમણે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી તેમજ કોર્ટે ૈંય્ઁને આદેશ આપ્યો હતો કે સેક્શન ૨૦૨ અંતર્ગત તપાસ કરવામાં આવે, પરંતુ ઘટનાના ચાર મહિના પછી પણ રિપોર્ટ જમા કરવામાં નથી આવ્યો.
કોર્ટની પીઠ દ્વારા IGPને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેમણે અત્યાર સુધી ઈન્કવાયરી રિપોર્ટ જમા કેમ નથી કરાવ્યો. જજાેએ વધુમાં જણાવ્યું કે, જાે ટૂંક સમયમાં રિપોર્ટ જમા કરવામાં નહીં આવે તો પોલીસકર્મીઓના વિરુદ્ધમાં કેસ જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઘટના સાથે સંકળાયેલા ૧૩ પોલીસકર્મીઓએ વકીલના માધ્યમથી કોર્ટને વિનંતી કરી છે કે સોગંદનામુ જમા કરવા બદલ તેમને સમય આપવામાં આવે. હવે ૨૦મી ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણી થશે.SS1MS