Western Times News

Gujarati News

ડેસ્ક જાેબથી હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ, વિશ્વના ૬૦% દર્દીઓ એકલા ભારતમાં

નવીદિલ્હી, ડેસ્ક જાેબ કરતા લોકો એક જ જગ્યાએ સતત બેસી રહેતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઘણા દેશોના અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે કર્મચારીઓ દિવસમાં ૮ કલાક બેસીને કામ કરે છે તેમને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જાેખમ વધારે હોય છે. આ સાથે જ આનાથી મૃત્યુઆંક પણ ઘણો વધારે હોવાનું કહેવાય છે.

ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર જે કામદારો સતત ૮ કલાક ડેસ્ક પર બેસે છે તેમને સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જાેખમ ૨૦ ટકા વધારે છે. આ અભ્યાસ ૨૧ દેશોના ૧૦૫,૬૭૭ લોકો પર ૧૧ વર્ષ સુધી કરવામાં આવ્યો છે. અભ્યાસમાં એવું જાેવામાં આવ્યું છે કે આ લોકોમાંથી ૬,૨૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

જેમાંથી ૨,૩૦૦ લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. ૩,૦૦૦ લોકો સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા છે અને ૭૦૦ લોકો હૃદયની નિષ્ફળતાને કારણે મૃત્યુ પામ્યા છે.

ભારત પણ આ પાયમાલથી બચ્યું નથી. ભારતમાં પણ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર, હૃદયરોગના હુમલાના કુલ દર્દીઓમાંથી લગભગ ૬૦ ટકા દર્દીઓ ભારતમાં છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.