સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં હિંદુજા ફેમિલીએ પાંચમી વખત ટોચનું સ્થાન મેળવ્યું
મુંબઈ, સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં 35 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે હિંદુજા પરિવાર અને શ્રી ગોપીચંદ હિંદુજાએ પાંચમી વખત ટોચનું સ્થાન મેળવ્યું છે. શ્રી ગોપીચંદ હિંદુજા એ હિંદુજા ગ્રુપના સહ-અધ્યક્ષ છે જે 108 વર્ષ જૂનું બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે અને અબજો ડોલરનું ટર્નઓવર ધરાવે છે.
The Hinduja Family Secures Top Spot for the fifth time on the Sunday Times Rich List
ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં યુનાઈટેડ કિંગડમમાં રહેતી ટોચની 1,000 વ્યક્તિઓ અથવા પરિવારોની ચોખ્ખી સંપત્તિની રેન્કિંગનું સંકલન કરવામાં આવે છે. જેમાં સૌથી ધનિકો લોકોના નામ અપાય છે. આ પ્રતિષ્ઠિત રેન્કિંગ એ હિંદુજા જૂથોની નોંધપાત્ર સિદ્ધિઓ અને બિઝનેસની દુનિયામાં ઉત્કૃષ્ટ સફળતાનો પુરાવો છે.
હિંદુજા પરિવાર ઓટોમોટિવ, ફાઇનાન્સ, એનર્જી અને હેલ્થકેર સહિત વિવિધ ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે. તેમણે માત્ર ઉદ્યોગના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કર્યા છે એવું નથી પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પોતાની કાયમી અસર છોડી છે. સંજોગોવશાત હિંદુજા ગ્રૂપના ચેરમેન શ્રી એસ પી હિંદુજાના નિધનના કલાકોની અંદર જ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ બહાર આવ્યું છે.
સ્વર્ગીય શ્રી એસ પી હિંદુજા અને શ્રી જી પી હિંદુજાના દૂરંદેશી નેતૃત્વ અને વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ આ જૂથે વિવિધ ઉદ્યોગોમાં સફળતાના શિખર સર કર્યા છે.
આ નોંધપાત્ર સિદ્ધિ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા શ્રી ગોપીચંદ હિંદુજાએ જણાવ્યું કે, “હું અને મારો પરિવાર પ્રતિષ્ઠિત સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવા બદલ ખૂબ આભારી છીએ. હું મારા ભાઈઓને પ્રેમ કરું છું. અમારા ચારેય વચ્ચે એક આત્મા છે.
આ માન્યતા અમારા પરિવારની શ્રેષ્ઠતાના નિરંતર પ્રયાસને સ્વીકારે છે. એટલું જ નહીં, તે સામૂહિક પ્રયાસો, નિરંતર સમર્પણ અને હિન્દુજા પરિવારના દરેક સભ્ય દ્વારા દર્શાવવામાં આવેલી નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને અમારી સંસ્થાઓમાં રહેલી અસાધારણ ટેલેન્ટની સાબિતી તરીકે પણ કામ કરે છે.”
હિંદુજા પરિવારની નોંધપાત્ર વ્યવસાયિક સિદ્ધિઓ ઉપરાંત તેઓ હિંદુજા ફાઉન્ડેશન દ્વારા દાનકાર્યની પહેલોમાં પણ સક્રિયપણે જોડાયેલા રહે છે. હિંદુજા ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્ય અને સમુદાયના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અસંખ્ય લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે.
ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં સામેલ અન્ય પ્રતિષ્ઠિત નામોમાં 29.688 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે સર જીમ રેટક્લિફ, 28.625 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે સર લિયોનાર્ડ બ્લાવટનિક, 24.399 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ડેવિડ અને સિમોન રૂબેન અને પરિવાર, 23 બિલિયન પાઉન્ડ સાથે સર જેમ્સ ડાયસન અને પરિવારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત £16 બિલિયન ધરાવતો લક્ષ્મી મિત્તલ પરિવાર તથા ગાય, જ્યોર્જ, એલનાહ અને ગેલેન વેસ્ટનનો વેસ્ટન પરિવાર પણ આ લિસ્ટમાં સામેલ છે.