હોસ્પિટલે નવજાતને મૃત માનીને ડબ્બામાં પેક કરીને પરિવારને સોંપી દીધી
નવી દિલ્હી, દિલ્હીની લોકનાયક હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. આરોપ છે કે ત્યાં નવજાતને મૃત ગણાવીને ડોક્ટરોએ તેને ડબ્બામાં પેક કરીને પરિવારને સોંપી દીધુ. પરિવારે ઘરે પહોંચીને ડબ્બો ખોલ્યો તો બાળકી હાથ હલાવી રહી હતી, જેને જાેઈને સમગ્ર પરિવાર ચોંકી ગયો અને તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચ્યા પરંતુ ડોક્ટરોએ તેને જીવિત માનવાની ના પાડી દીધી.
વિવાદ વધી ગયો તો પરિવારે પોલીસને ફોન કર્યો. ખૂબ વિવાદ બાદ પોલીસના દબાણમાં બાળકીને હોસ્પિટલની નર્સરીમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યુ છે. હાલ બાળકીની હાલત સ્થિર છે. હોસ્પિટલ તંત્રએ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યની કમિટીની રચના કરી છે. કમિટીએ ૪૮ કલાકમાં રિપોર્ટ આપવાનો છે. નવજાતના પિતા અબ્દુલ મલિકે જણાવ્યુ કે તેમની ગર્ભવતી પત્ની અરૂણા આસફ અલીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
દરમિયાન તેમના શરીરમાંથી પાણી અને ખૂન વહી રહ્યુ હતુ. જેને જાેતા ડોક્ટરોએ તેમને લોકનાયક હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. તેમણે કહ્યુ કે તેઓ ૧૭ ફેબ્રુઆરીએ પત્નીને લઈને લોકનાયક હોસ્પિટલ આવી ગયા. જ્યાં તેમની પત્નીએ રવિવારે સાંજે એક બાળકીને જન્મ આપ્યો.ડોક્ટરોએ નવજાતને મૃત જાહેર કરીને ડબ્બો લાવવા કહ્યુ, પરંતુ પત્નીએ કહ્યુ કે બાળકી જીવિત છે અને હાથ હલાવી રહી છે પરંતુ તેમની વાત માની નહીં અને પરિવારના સભ્યને અંદર બોલાવ્યા. બાદમાં એક ડબ્બો મંગાવ્યો અને નવજાને પેક કરીને આપી દીધુ.
નવજાતના પિતાએ કહ્યુ કે જ્યારે તેઓ નવજાને લઈને ઘરે પહોંચ્યા અને ડબ્બો ખોલ્યો તો બાળકી હાથ હલાવી રહી હતી. અબ્દુલે કહ્યુ કે તેઓ તે સમયે બાળકીને લઈને હોસ્પિટલની નર્સરીમાં પહોંચ્યા પરંતુ ડોક્ટરોએ દાખલ કરવાની ના પાડી દીધી. ઘણા વિવાદ બાદ પોલીસના દબાણ હેઠળ નવજાત બાળકને દાખલ કરવામાં આવ્યુ. ડોક્ટરે કહ્યુ કે હોસ્પિટલમાં થયેલી બેદરકારીની તપાસ માટે ૩ સભ્યની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બે દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપશે. રિપોર્ટના આધારે દોષી સંબંધિત સ્વાસ્થ્ય કર્મચારી પર કાર્યવાહી થઈ શકે છે. આ મામલે આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યુ છે. SS2.PG