ગૃહિણીમાંથી એમેઝોન ફ્લેક્સ ડિલિવરી પાર્ટનર બનેલી યુવતી આર્થિક રીતે સ્વતંત્ર થઈ
પુણે, સોલાપુરના શાંત ભાગમાંથી પુણેના ધમધમતા શહેરમાં સ્થળાંતર કરનારી ૩૩ વર્ષની અશ્વિની કેંચી પરિવર્તનકારી પ્રવાસે નીકળી પડી છે. સમર્પિત ગૃહિણી અશ્વિની પરિવાર સંભાળવા સાથે બે સંતાનને ઉછેરવાની જવાબદારીઓ સાથે સંઘર્ષ કરતી હતી.
જોકે તેની ઈચ્છા પતિન નાણાકીય રીતે ટેકો આપવાની અઅને સંતાન માટે ઉજ્જવળ ભવિષ્ય સંરક્ષિત કરવાની ઈચ્છાએ નવી તકો પ્રાપ્ત કરવા તેને કટિબદ્ધ બનાવી. આ મહત્ત્વપૂર્ણ પગલાને કારણે અશ્વિનીનો એમેઝોન પ્લેક્સ પ્રોગ્રામ થકી આર્થિક સ્વાતંત્ર્ય બનવાનો અને અંગત પરિપૂર્ણતાનો પ્રેરણાત્મક પ્રવાસ શરૂ થયો.
પુણેમાં પતિ અને બે શાળામાં જતા સંતાન ૧૩ વર્ષની પુત્રી અને ૧૧ વર્ષના પુત્ર સાથે સ્થાયી થઈને નોકરીની સંભાવના બહેતર બનાવે અને જીવનની ગુણવત્તા વધારે તેવા શહેરમાં સ્થાયી થવાનું કર્યું. આ મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં તેના પતિએ ટેકો આપ્યો. અહીં સ્થાયી થયા પછી અશ્વિનીએ અંગત જવાદારીઓ સંભાળવા સાથે નાણાકીય રીતે યોગદાન આપી શકે તેવી નોકરીની તકો શોધવાનું શરૂ કર્યું.
આ સમયે અન્ય ડિલિવરી સહયોગી પાસેથી એમેઝોન ફ્લેક્સ પ્રોગ્રામ વિશે સાંભળ્યું ત્યારે તેની ઉત્સુકતા વધી. લવચીકતાના વચનથી પ્રેરિત તેણે પ્રોગ્રામને સારી રીતે સમજવા માટે સઘન ઓનલાઈન સંશોધન શરૂ કર્યું. તે સમયે તેની જરૂરતો માટે એમેઝોન ફ્લેક્સ અનુકૂળ હોવાનું જણાયું, જે તેના સંતાનના સ્કૂલ અને ટ્યુશનના સમય વચ્ચે નિર્ધારિત ડિલિવરી સ્લોટ્સની સાનુકૂળતા આપે છે. એમેઝોન માટે પેકેજીસ ડિલિવરી કરવા પોતાના વાહનનો ઉપયોગ કરીને અશ્વિનીએ વધારાની આવક કમાણી કરવા અને તેના લક્ષ્યની નજીક પહોંચવાની રીત શોધી કાઢી.
“એમેઝોન ફ્લેક્સ પાર્ટનર તરીકે કામ કરવાનું મારે માટે બહુ પુરસ્કૃત હતં. પ્રોગ્રામ સાનુકૂળતા આપે છે. હું મારા સંતાનના શિડ્યુલને આદારે ડિલિવરી સ્લોટ પસંદ કરી શકું છું.
મેં અમારા ભવિષ્ય માટે બચત કરવા સાથે ઘરનું ભાડું અને શાળાની ફી જેવા ખર્ચમાં પણ યોગદાન આપી શકું છું. ડિલિવરીમાં અનુભવો અભાવ છતાં એમેઝોન ફ્લેક્સ ટીમ પાસેથી વ્યાપક તાલીમ અને મજબૂત ટેકાને કારણે મને કુશળતા મળી અને મારી ભૂમિકા ઉત્કૃષ્ટ રીતે પાર પડવા માટે જરૂરી આત્મવિશ્વાસ મળ્યો,” એમ અશ્વિની કેંચીએ જણાવ્યું હતું.