Western Times News

Gujarati News

116 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આવાસ યોજનાનો ડ્રો 4 માર્ચે થશે

પ્રતિકાત્મક

અમદાવાદમાં ૪ માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂ.૫૧૦ કરોડના કામોના ખાતમહુર્ત-લોકાર્પણ કરશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ચાર માર્ચે મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ શહેરમાં રૂપિયા ૫૦૦ કરોડ કરતાં વધુ રકમના કામોનું ખાતમુરત અને લોકાર્પણ અને ૧૦૦ કરોડ કરતાં વધુ રકમના આવાસ યોજના ડ્રો કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા તેમજ ગાંધીનગર લોકસભાના કામો સમક્ષ લઈ જવામાં આવશે કરવામાં આવશે.

દેશની લોકસભા ચૂંટણી ૧૫ માર્ચ સુધીમાં જાહેરાત થાય તેવી શક્યતા હોવાથી અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સુવિધા ના કામો મતદારો સુધી લઈ જવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અમદાવાદ શહેરને આવરી લેતી ત્રણ લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે રૂપિયા ૬૩૮ કરોડના કામોનો લાભ મળશે. આ કામોના ખાતમહુર્ત, લોકાર્પણ અને આવાસ યોજના ના ડ્રો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ શહેરની ત્રણ લોકસભા વિસ્તારમાં રૂપિયા ૫૧૦.૭૮ કરોડ ના કામોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવામાં આવશે જ્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં રૂપિયા ૧૧૬ કરોડ ના ખર્ચેથી તૈયાર કરવામાં આવેલ આવા સ યોજનાના ડ્રો કરવામાં આવશે મ્યુનિસિપલ મુખ્યમંત્રી દ્વારા જે કામોના લોકાર્પણ કરવામાં આવશે તેમાં ઠક્કરબાપા નગર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ

મ્યુનિસિપલ સ્કૂલ, વટવામાં સિનિયર સિટીઝન પાર્ક ખાડિયામાં અફઝલ ખાન ના ટેકરા પાસે તૈયાર કરવામાં આવેલ નવી આંગણવાડી, નારણપુરામાં ત્રણ આંગણવાડી, સાબરમતીમાં નિર્ણયનગર પ્રાથમિક શાળા, ઘાટલોડિયામાં ચેનપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર દક્ષિણમાં ગુજરાત હાઉસિંગબોર્ડ ચાંદખેડા ની પ્રાથમિક શાળા અને વેજલપુરમાં ધોલજીપુરા પ્રાથમિક શાળા નો સમાવેશ થાય છે

આ તમામ કામો અંદાજે ૧૨ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી દ્વારા રૂપિયા ૫૦૭ કરોડના કામોનું ખાતમહુર્ત કરવામાં આવશે. જેમાં ૩૨ કરોડના ખર્ચથી રી-સ્ટોર કરવામાં આવનાર આઈકોનીક એલિસ બ્રિજ નો સમાવેશ થાય છે આ ઉપરાંત જમાલપુર વિસ્તારમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગાંધીનગર દક્ષિણમાં નાના ચિલોડામાં વોટર ડી.સ્ટેશન, એલિસબ્રિજમાં રૂપિયા ૯૯ કરોડના ખર્ચથી હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત ૭૮૨ ઝુંપડાવાસીઓની પુનઃવસન યોજના,

ઉત્તરઝોનમાં નરોડા વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ, ગ્યાસપુરમાં ડ્રેનેજ નેટવર્ક, નિકોલમાં અર્બન સેન્ટર, દસકોઈ વેજીટેબલ માર્કેટ, ગાંધીનગર લોકસભાના ઘાટલોડિયા વોર્ડમાં બે અર્બન હેલ્થ સેન્ટર નો સમાવેશ થાય છે આ ઉપરાંત મણિનગર વિસ્તારમાં હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૨૮૪ આવાસ અને ચાર દુકાન દાણીલીમડામાં ૯૬ આવાસ અને ૧૬ દુકાન તેમજ નિકોલમાં૧૩૪૪ આવાસ ડ્રો કરવામાં આવશે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.