Western Times News

Gujarati News

મણીપુર ખાતે મહિલાઓ પર થયેલ અત્યાચાર બાબતે માનવઅધિકાર પંચ ઝઘડિયાએ આવેદન આપ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મણીપુરમાં મહિલાઓ પર થયેલ અત્યાચાર અને અભદ્ર વર્તનની બાબતે ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે.વિવિધ સંસ્થાઓ અને આદિવાસી સંગઠનો દ્વારા આવેદનો દ્વારા મણીપુરમાં બનેલ ઘટનાઓમાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.

ગતરોજ આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને ઠેરઠેર વ્યાપક પ્રતિસાદ મળ્યો હોવાના અહેવાલો મળ્યા છે.દરમ્યાન આજરોજ આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર પંચની ઝઘડિયા પાંખ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને ઝઘડિયાના નાયબ કલેક્ટરને એક આવેદન આપીને મણીપુરની ઘટનાઓમાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.આવેદનમાં જણાવાયું હતુંકે છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે દેશમાં ચિંતા ફેલાઈ છે

.આ બાબતે સરકાર દ્વારા કોઇ નક્કર પગલા લેવાયા નથી એમ જણાવીને આ ઘટનાઓમાં સામેલ વ્યક્તિઓને કડક સજા કરાય તેવી માંગ કરી હતી.આવેદનમાં જણાવાયું હતુંકે દેશના રાષ્ટ્રપતિ એક મહિલા હોય અને દેશમાં મહિલાઓ પર પાશવી કૃત્ય થાય એ વાત શરમજનક છે.

આવેદનમાં વધુમાં જણાવાયું હતુંકે મણીપુરમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલા લોકોનું ટોળુ બે મહિલાઓ સાથે પાશવી કૃત્ય કરી રહેલ હોવાની વાત એક વાયરલ થયેલ વિડીઓમાં જાેઇ શકાય છે.ભારત જેવા મહાન દેશમાં અસામાજિક તત્વો દ્વારા બે મહિલાઓને નિવસ્ત્ર કરીને જાહેરમાં એમનું સરઘસ કઢાય એ બાબત નારીજાતિનું અપમાન ગણાય અને તેનાથી વિશ્વમાં દેશની છબી કલંકિત થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.