Western Times News

Gujarati News

દારૂની રેડ કરવા ગયેલી પોલીસ સાથે પતિ-પત્નીએ કરી બબાલ

અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં એક જગ્યાએ પોલીસ રેડ કરવા ગઇ હતી. પોલીસ રેડ કરવા ગઇ ત્યારે બાતમી મુજબનું કંઇ મળ્યું નહોતું, પણ રેડ દરમિયાન પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ત્યાં એક શખ્સ આવ્યો હતો અને તેણે પોલીસને જાેઇને પોલીસ આ બધુ ખોટું કરી રહ્યા છો, હું તમારી નોકરી ખાઇ જઇશ, તમારા બધાના ટોપી પટ્ટા ઉતરાવી દઇશ. મને ઓળખતા નથી. કહીને બબાલ શરૂ કરી હતી.

જેથી પોલીસે આ શખ્સને પકડ્યો હતો, ત્યાં તેની પત્ની આવી ગઇ હતી અને તેણે પણ તેના પતિને છોડી દેવાનું કહ્યું હતું. પોલીસે મહિલા પોલીસને બોલાવતા જ આરોપી મહિલાએ મહિલા પોલીસ સાથે ઘર્ષણ કરી ઝપાઝપી કરી ત્યાંથી ભાગી ગઇ હતી.

જેથી ખોખરા પોલીસે આ મામલે દંપતી સામે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા એ.એસ.આઇ તેજપાલસિંહ તેમના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે ટીમને બાતમી મળી કે, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો જૈમિન બારોટે તેના મકાનમાં દેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે.

જેથી પોલીસે ત્યાં જઇને રેડ કરી હતી, પણ પોલીસે ઘરમાં જઇને તપાસ કરતા આક્ષેપિતના મકાનમાં પ્રોહિબિશનને લગતો કોઇ મુદ્દામાલ મળી આવ્યો નહોતો. આ તપાસ દરમિયાન મકાનના બીજા માળે રસ્તા તરફની ગેલેરીના ભાગે પોલીસ ઉભી હતી ત્યારે રોડ પરથી એક શખ્સ બુમાબુમ કરી રહ્યો હતો.

ધવલ બારોટ નામનો શખ્સ પોલીસને જેમ ફાવે તેમ બોલતો હતો. બાદમાં પોલીસ આ બધું ખોટું કરી રહ્યા છો. હું તમારી નોકરી ખાઇ જઇશ, તમારા બધાના ટોપી પટ્ટા ઉતરાવી દઇશ. મને ઓળખતા નથી, તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી પોલીસ તેને પકડીને લાવતી હતી. તે દરમિયાન જ તેની પત્ની આવી અને મારા પતિને ક્યાં લઇ જાવ છો. તેને છોડી દો, કહીને બુમાબુમ કરવા લાગી હતી.

જેથી પોલીસની ટીમે મહિલા પોલીસને બોલાવી હતી, પણ તે મહિલાએ પોલીસ સાથે પણ બબાલ કરી મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી એક મહિલા કોન્સ્ટેબલને નીચે પાડી દીધી હતી. બાદમાં આ ધવલ બારોટની પત્ની ત્યાંથી જતી રહી હતી. પોલીસે ધવલ બારોટને સ્થળ પરથી ઝડપી પાડી તેની પત્નીની શોધખોળ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.