પતિએ વિશ્વાસઘાત કરી છૂટાછેડાના દસ્તાવેજાે પર પત્નીની સહી લીધી

ભરણપોષણ ન ચૂકવનારા પતિને ૭૨૦ દિવસની સજા હાઈકોર્ટે યથાવત રાખી-કેદની સજાના હુક્મને પડકારતી તુષાર જાેગીની અરજી હાઈકોર્ટે ફગાવી
રાજકોટ, પત્ની સાથે છળકપટ અને વિશ્વાસઘાત કરી છૂટાછેડાના કાગળોમાં સહી લઇ પત્ની અને આઠ દિવસની પોતાની પુત્રીને નિરાધાર બનાવી દયનીય પરિસ્થિતિમાં મૂકનાર તેમજ પત્નીને ભરણપોષણની રકમ ન ચૂકવતાં ફેમિલી કોર્ટે ફટકારેલી ૭૨૦ દિવસની કેદની સજાના હુક્મને પડકારતી અરજદાર પતિ તુષાર ભગવાનદાસ જાેગી તરફથી કરાયેલી ક્વોશીંગ રિવીઝન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.
જસ્ટિસ ગીતા ગોપીએ હુક્મમાં નોંધ્યું કે, અરજદાર ગોપીએ હુક્મમાં નોંધ્યુ કે, અરજદાર પતિની હાલની અરજી ટકી શકે તેમજ નથી. હાઈકોર્ટે આ અંગે અગાઉ તા.૧૬-૧-૨૦૨૩ અને તા.૩૦-૬-૨૦૨૩ના રોજ જારી કરેલા હુક્મનું પાલન કરવા આદેશ કર્યાે હતો. સાથે સાથે અન્ય પડતર સંબંધિત અરજીઓનો પણ નિકાલ કર્યાે હતો.
રાજકોટના જેતપુર ખાતે રહેતાં અરજદાર પતિ તુષાર ભગવાનદાસ જાેગી દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી ક્વોશીંગ રિવીઝન અરજીનો વિરોધ કરતાં પત્નીના વકીલએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સીઆરપીસીની કલમ-૧૨૫ (૩) મુજબ ફરિયાદી પત્નીને ભરણપોષણની બાકી રકમ એક મહિનાના રૂ.દસ હજાર લેખે તા.૧૦-૫-૨૦૧૯થી તા.૯-૫-૨૦૨૧ સુધીના કુલ ૨૪ મહિનાના રૂ.૨,૪૦,૦૦૦૦ લેવાની બાકી નીકળતા હતા,
જે અરજદાર પતિએ નહી ચૂકવતાં અમદાવાદની ફેમિલી કોર્ટે તા.૩-૧-૨૦૨૩ના રોજ જેતપુરના રહેવાસી આરોપી પતિ તુષાર ભગવાનદાસ જાેગીને ૨૪ મહિનાની ભરણપોષણની રકમ નહીં ભરવા બદલ એક મહિનાના કસૂર બદલ ૩૦ દિવસની કેદ એમ ૨૪ મહિનાના કસૂર પ્રમાણે ૭૨૦ દિવસની કેદની સજાનો હુક્મ કર્યાે હતો.
ક્વોશીંગ રિવીઝન અરજીમાં સંમતિપૂર્વકના છૂટાછેડા થઇ ગયા છે અને ૨૦૧૪માં સમાધાનમાં નક્કી થયા મુજબ રકમ ચૂકવી દેવાઈ છે તેવો જે આધાર લેવાયો છે તે બિલકુલ ખોટો અને અદાલતને ગેરમાર્ગે દોરનારો છે.