પત્નીએ ભરણપોષણની માંગ કરતા સાથે જ પતિ પોતાની જાતને ઠગ જાહેર કરી ફરાર
અમદાવાદ, પતિ પત્ની અને ભરણપોષણનો એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્નીની કોર્ટની અરજીનો વિરોધ કર્યો હતો. પત્નીએ ભરણપોષણની રકમ રૂ. ૫,૦૦૦થી વધારીને રૂ. ૧૦,૦૦૦ કરવાની માંગ કરી હતી. જે બાદ પતિએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાની જાતને ઠગ તરીકે જાહેર કર્યો હતો અને તે ફરાર થઇ ગયો છે.
ખાડિયા પોલીસે સોમવારે શહેરના ઇસનપુર, ઘોડાસર અને રાયપુર વિસ્તારમાં ત્રણ ક્લિનિક ચલાવતા પલકેશ ગજ્જર (૩૯) વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ સાથે IPC કલમ ૩૩૬ (અન્યના જીવન અને સલામતી માટે જાેખમ) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આ કિસ્સાની વાત કરીએ તો, ગજ્જરની પત્ની દિપાલી ઠક્કરે જાન્યુઆરી ૨૦૨૦માં, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમાં ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. the husband declared himself a thug and ran away
જેમાં દંપતીના સગીર પુત્ર માટે ૫,૦૦૦ રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેની સામે પત્નીએ હાઇકોર્ટ સમક્ષ ભરણપોષણની રકમ વધારીને રૂ. ૧૦,૦૦૦ કરવાની માંગ કરી હતી. ૧૭ માર્ચ, ૨૦૨૩ ના રોજ સુનાવણી દરમિયાન, મહિલાએ તેના વકીલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, ગજ્જર એક ડોક્ટર છે અને તેમના માટે સગીર પુત્રના ઉછેર માટેની ૫,૦૦૦ રૂપિયાની રકમ આપવી તે નજીવી બાબત છે.
જાેકે, પત્નીએ એમ પણ કહ્યું કે, પતિ નિયમિતતાથી મેન્ટેનન્સ પણ ભરતા નથી. જાેકે, આ કેસમાં ૨૦ એપ્રિલે વળાંક આવ્યો હતો. જ્યારે ગજ્જરે તેના વકીલ મારફત રજૂઆત કરી કે તેની પાસે કોઇ ડિગ્રી જ નથી. “કોર્ટ સમક્ષ એવું કહેવામાં આવ્યું હતું કે, પ્રતિવાદી ૧ (પલકેશ ગજ્જર) MBBS ડિગ્રી અને નેચરોપેથી અને યોગ ડિગ્રી ધરાવે છે. આ સામે પ્રતિવાદી નંબર ૨ ના એડવોકેટે આ હકીકતને નકારી કાઢી હતી. જે બાદ ૨૦ એપ્રિલના રોજ, એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતુ કે, તે B.comના પ્રથમ વર્ષમાં નાપાસ પણ થયો છે.
આની સામે પત્નીએ તેના ક્લિનિક, ‘શિવમ હોસ્પિટલ’ના ફોટોગ્રાફ્સ સબમિટ કર્યા હતા. જ્યાં ગજ્જરનું નામ ડૉક્ટર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. હાઈકોર્ટે પોલીસને હકીકત ચકાસવા માટે નિર્દેશ આપ્યો અને જ્યારે પોલીસે રાયપુરમાં એક ક્લિનિકની તપાસ કરી, ત્યારે તેમને તે બંધ જાેવા મળ્યું. આ અંગે ખાડિયા પોલીસના ઇન્સ્પેક્ટર કે. પી. ચાવડાએ જણાવ્યું કે, તેઓએ વધુ તપાસ કરી જેમા જાણવા મળ્યુ કે, ગજ્જર પાસે કોઈ ડિગ્રી નથી, ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગજ્જરે લગભગ દોઢ મહિના પહેલા ત્રણેય ક્લિનિક બંધ કરી દીધા હતા અને ભાગી ગયા હતા, એવું જાણવા મળ્યું હતું.
ચાવડાએ જણાવ્યું હતું કે, “ગજ્જરે ફેમિલી કોર્ટમાં પણ એવી રજૂઆત કરી હતી કે, તે ડૉક્ટર નથી, પરંતુ સેલ્સમેન છે, તેથી તે ૧૦,૦૦૦ રૂપિયાની ભરણપોષણની રકમ ચૂકવી શકે તેમ નથી. ઇન્સ્પેક્ટર કેપી ચાવડાએ એમ પણ કહ્યુ હતુ કે, હાલ તેને ઝડપી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.SS1MS