ભરણપોષણ માટે કેસ લડી રહેલી પત્ની પર પતિએ ફાયરીંગ કરી એક્ટિવા ફેરવ્યું
(એજન્સી)નડિયાદ, નડિયાદ શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિ અટક્યો ન હતો અને જમીન પર ઢળી પડેલી પત્ની પર ક્રુરતાપૂર્વક એક્ટિવા ફેરવી દીધું હતું. The husband fired at the wife who was fighting the case for maintenance.
આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. જાે કે, ભાગતી સમયે હેલ્મેટ પડી જતા આરોપી પતિની ઓળખ છતી થઈ ગઈ હતી. પોલીસે હાલ આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગત મુજબ નિમિષાબેન પરમાર દ્વારા તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી.
ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પત્નીની હત્યા નિપજાવવા આવેલો આરોપી પતિ રસિક પરમાર પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. હેલ્મેટ પહેરીને જ રસિકે મૃતક પર ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા ચઢાવી દીધું હતું.
જાે કે, ગુનાને અંજામ આપી જ્યારે રસિક ભાગી રહ્યો હતો ત્યારે તેનું હેલ્મેટ નીકળી જતા સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો.
નવરંગ ટાઉનશિપ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. તો બીજી તરફ મહિલાનાં પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચતાં વાતાવરણમાં આક્રંદ છવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.