પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ચોંકાવનારી ઘટનાઃ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
(એજન્સી)અમદાવાદ, શહેરના એસજી હાઈવે પાસે આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન વી બ્લોકમાં ચોથા માળે આગ લાગી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ આગની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જાે કે, આ આગની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી હતી.
અમદાવાદના એસજી હાઈવે પાસે આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઈડન વી બ્લોકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને અફરા તફરી સર્જાઈ હતી. જે બાદ બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવના પગલે ફાયર વિભાગના છ ફાયર ફાઈટર સાથે જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ ફાયર વિભાગે આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.
ગોદરેજ ગાર્ડન સિટી ઈડન વી બ્લોકના રુમ નંબર ૪૦૫માં આ આગ લાગી હતી. જ્યાં પતિ અનિલ બઘેલ અને પત્ની અનિતા બઘેલ વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો એ પહેલાં જ દંપતી નીચે હતા અને સિરિયસ હાલતમાં હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેઓનો અંદરોઅંદર ઝઘડો થયો હતો. જાે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પણ પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી છે. તો બીજી તરફ, ઈજાગ્રસ્ત થતા અનિલ બઘેલને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આગ પર કાબૂ મેળવ્યા બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાર માળની આ બિલ્ડીંગના રહીશોને ફાયર વિભાગે સુરક્ષિત રીતે બચાવ્યા હતા. તો બનાવના પગલે પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો એ જાણીને પોલીસ સહિત લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આ બ્લોકમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને એ પછી મારામારી પણ થઈ હતી. જે બાદ ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીનું ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પતિએ ઘરમાં આગ લગાડી દીધી હતી. પુરાવાનો નાશ કરવા માટે પતિએ ઘરમાં આગ લગાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઘર કંકાસ થતો હતો. ઘર કંકાસ થયા બાદ બંને વચ્ચે જાેરદાર ઝઘડો થયો હતો. જે બાદ પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીનું ગળુ કાપીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે પતિએ ઘરમાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન તેમના બાળકો સ્કૂલે ગયા હતા. જાે કે, આગ લાગવાની ઘટનામાં પતિ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે પણ આ હત્યા પાછળનું સાચુ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.