પતિએ પત્નીની હત્યા કરી સૂટકેસમાં લાશ ભરી ફેંકી દીધી
ગુરુગ્રામ, હરિયાણામાં ગુરુગ્રામના ઈફ્કો ચોક પર સોમવારે એક સૂટકેસમાં મહિલાની લાશ મળી આવી હતી. શબને જાેતા એવું લાગી રહ્યું હતું કે મહિલાની ખૂબ જ ર્નિદયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. જાે કે, હવે આ હત્યાનો ભેદ ખુલ્યો છે.
સાથે જ હત્યારાની પણ ઓળખાણ થઈ ગઈ છે. મૃતકનુ નામ પ્રિયંકા હતું અને તે ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરની રહેવાસી હતી, તેના પતિએ જ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાહુલ તેનો પતિ, જેણે શરુઆતમાં પુછપરછમાં આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઘરવાળી ક્યારેક મોબાઈલ ફોનની ડિમાન્ડ કરતી હતી, ક્યારેક ટીવીની ડિમાન્ડ કરતી, જ્યાર મારી સેલરી ફક્ત ૧૨ હજાર રૂપિયા છે.
ત્યારે આવા સમયે તેની ડિમાન્ડ કેવી રીતે મારે પુરી કરવી, એટલા માટે મારી નાખી. અજીબોગરીબ તો એ હતું કે, હત્યા બાદ રાહુલ સૂટકેસમાં પત્નીની લાશ બંધ કરીને ઢસળતા ઢસળતા લઈ જતો હતો. પણ કોઈને શંકા ગઈ નહીં. આપને જણાવી દઈએ કે, આરોપી રાહુલ અને મૃતક પ્રિયંકાના દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા.
હત્યા બાદ તેણે પોતાની પત્નીના હાથમાં પોતાના નામનું જે ટેટૂ બનાવડાવ્યું હતું તેને પણ મિટાવાની કોશિશ કરી હતી. આ અગાઉ પોલીસ, આ મામલામાં ફરિયાદ નોંધી લીધી હતી. એક ઓટોરિક્ષા ચાલકે સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ પોલીસને સૂચના આપી હતી કે, ઈફકો ચોક નજીક રોડ કિનારે જાડીમાં એક લાવારિસ સૂટકેસ પડ્યું છે. પોલીસે સૂટકેસ જપ્ત કર્યું.
અંદરથી મહિલાની લાશ નિકળી, પોલીસને શંકા હતી કે, મહિલાની હત્યા કરી તેને ફેંકી દેવામાં આવી છે. સેક્ટર ૧૮ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.SS1MS