પતિ પરિણીતાને ઝઘડો કરીને નોકરાણી જેવું વર્તન કરતો
અમદાવાદ, ઘરની નાની-નાની બાબતોમાં સાસરિયાએ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં ફર્નિચર કરાવવા માટે દહેજ પેટે રૂપિયા ૧૫ લાખ લઇ આવવા માટે દબાણ કરતાં હતા અને જાે રૂપિયા નહીં લઇ આવે તો છૂટાછેડા આપી દેવાની પણ ધમકી આપતા હતાં.
એટલું જ નહીં, પરિણીતાનો પગાર પણ તેઓ લઇ લેતા હતા. પર્સનલ ખર્ચ કરવા માટે રૂપિયા પણ આપતા ન હતા. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના દોઢેક મહિના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં ઘરની નાની-નાની વાતોમાં તેમજ ખાવાપીવાની બાબતમાં તેનો પતિ તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને નોકરાણી જેવું વર્તન કરતો હતો.
આડોશ પાડોશમાં વાતચીત કરવા દેતો નહીં કે ઘરની બહાર પણ નીકળવા દેતા નહીં. તેના સાસુ-સસરાની ખોટી ચઢામણી કરતા તેમની વાતોમાં આવીને પરિણીતાનો પતિ બોલાચાલી ઝઘડો કરીને ગંદી ગાળો બોલતો હતો. જ્યારે તેના પતિને બાળક ના જાેઇતું હોવા છતાં સાસુ પ્રેગનેન્સી રાખવા માટે દબાણ કરતા હતાં. પરિણીતાએ આ બાબતની જાણ તેના ભાઇને કરતાં તે તેને પિયરમાં લઇ ગયો હતો.
જાેકે, દોઢેક મહિના બાદ સમાધાન થતાં તે પરત સાસરીમાં રહેવા માટે ગઇ હતી. એક દિવસ સારી રીતે રાખ્યા બાદ તેની સાથે ફરીથી નાની-નાની બાબતોમાં વાંક ગુના કાઢીને બોલાચાલી ઝઘડો કરતા હતા. પરિણીતા લગ્ન બાદ પ્રથમ જન્મ દિવસે તેની માતા અને સગા સંબંધી આવતા તેમની સાથે પણ તેના સાસરિયાએ બોલાચાલી કરી હતી અને જન્મ દિવસ પર આવેલી ભેટ સોગાત પોતાની પાસે રાખી લીધી હતી.
પરિણીતાના પતિએ તેને કહ્યું હતું કે, તારે મારી સાથે રહેવું હોય તો મારી માતા કહેશે તેમ જ કરવું પડશે, જાે તેમ નહીં કરે તો તને ઘરમાં રહેવા દઇશ નહીં. તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પરિણીતાને નોકરી પણ કરવા દેતા નહીં અને તેનો પગાર પણ લઇ લેતા હતાં. પર્સનલ ખર્ચ કરવા માટે પણ પૈસા આપતા ના હતાં.
ઘરનું ફર્નિચર કરવા માટે પિયરમાંથી દહેજ પેટે રૂપીયા ૨૫ લાખ લઇ આવવા માટે દબાણ કરતા હતાં. જાેકે, લગ્ન પહેલા રોકડા સાડા આઠ લાખ આપ્યા હોવાનું કહેતા તેના સાસરીયાએ કહ્યું હતું કે, તારે તારા પિયરમાંથી પૈસા લાવવા પડશે, નહીં લાવે તો તને છૂટાછેડા આપી દઇશું. તેમ કહીને બોલાચાલી ઝઘડો કર્યો હતો.
આમ, પરિણીતાની સાથે બોલાચાલી ઝઘડો કરીને અપશબ્દો બોલી બે લાફા મારીને ઘરની બહાર કાઢી મુકતા પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે ફરિયા દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.SS1MS