Western Times News

Gujarati News

16 પ્લેટફોર્મ ધરાવતું આઈકોનીક બસપોર્ટ ભુજમાં આજથી શરૂ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ કચ્છના પ્રવાસે ભુજ ખાતે મંગળવારે બસપોર્ટનું લોકાર્પણ કરશે. 16 પ્લેટફોર્મ ધરાવતા આઈકોનીક બસપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે બસ પોર્ટને ખુલ્લું મુકશે.

સોમવારે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીએ અમદાવાદના કાંકરીયા ખાતે કાર્નિવલ 2024નું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે ઉમેર્યું હતું કે વર્લ્ડ હેરિટેજ સિટીના આ વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલમાં જાણીતા કલાકારો દ્વારા પીરસાતા સાંસ્કૃતિક મનોરંજનની સાથોસાથ આ ઉત્સવ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને તેમની પ્રતિભા વ્યક્ત કરવાનો મંચ પણ બન્યો છે.

‘વસુધૈવ કુટુમ્બકમ’ થીમ પર આયોજિત આ કાર્નિવલ નૃત્ય, સંગીત, કલા અને મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ઉમદા ભાવનાને ચરિતાર્થ કરવા જઈ રહ્યો છે. આ અવસરે મહાનુભાવો સહિત સૌ ઉપસ્થિતોએ સ્વચ્છતા અંગે સંકલ્પ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.