ફળાહાર અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ કુંડળ મંદિર પરિસરમાંથી હટાવાઈ
સાળંગપુર હનુમાનજીની પ્રતિમા નીચેના વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવાયા
અમદાવાદ, ઓફ સાળંગપુરની મૂર્તિની નીચે લાગેલાં ભીંતચિત્રનો વિવાદ ચાલી રહ્યો હતો. જેનો ગત રોજ સંતોની મળેલી બેઠક બાદ ભીંતચિત્રો હટાવવાની જાહેરાત થઈ હતી. જે મુજબ આજરોજ વિવાદિત ભીંતચિત્રો હટાવી નવાં ચિત્રો લગાવતા મામલાનો અંત આવ્યો હતો,
ત્યારે બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીની સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતી મૂર્તિ મુકાઈ હતી. તે વિવાદાસ્પદ મૂર્તિ પણ હટાવી દેવાઈ છે. ઘણા દિવસોથી સાળંગપુર મંદિરમાં બનાવેલી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની નીચે લાગેલાં ભીંતચિત્રનો વિવાદ ચાલી રહ્યો હતો.
જેમાં કરોડો ભક્તોની લાગણી દુભાઇ હતી. આ વિવાદિત ભીંતચિત્રમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તે દરમિયાન એક વધુ વિવાદ ઉદભવ્યો હતો. જેમાં બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ હતી.
જે મૂર્તિમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા હતા. ત્યારે સંતોની મિટિંગ બાદ લેવાયેલા ર્નિણયમાં ભીંતચિત્રો હટાવી લેવાયા બાદ આજ રોજ કુંડળ મંદિરમાંથી હનુમાનજીની વિવાદાસ્પદ મૂર્તિ પણ હટાવી લેવામાં આવી છે. હાલ માત્ર નીલકંઠવર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર રાખવામાં આવી છે.
સાળંગપુર હનુમાનજીનાં ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. જ્યાં ગત રોજ CM સાથે મળેલી બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી. તે મુજબ રાત્રિ દરમિયાન ભીતચિંત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવવામાં આવ્યાં છે.