શીણાવાડ ગામે સંત શિરોમણી રોહીદાસની મૂર્તિ પ્રતિષ્ઠા વાજતે ગાજતે સંપન્ન
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના શીણાવાડ ગામે ઉત્તર ગુજરાતમાં પ્રથમ સંત રોહીદાસની મૂર્તિ પ્રતિષ્ઠા વાજતેગાજતે સંપન્ન થઈ હતી. સામાજિક એકતા અને સમરસતાના પ્રતીક,સંત શિરોમણી શ્રી રવિદાસજી ની જન્મ જયંતિ ના શુભ અવસર પર આજે પ.પુ. સંત શ્રી પુરષોત્તમ શ્યામ સુંદર આશ્રમ શિણાવાડ તા મોડાસા મુકામે રોહિદાસ ભગવાન ની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરવામાં આવી જે મૂર્તિના દાતા તરીકેનું પોતાને આ સદભાગ્ય સાંપડ્યું હોવાની નટુભાઈએ ખુશી વ્યક્ત કરી હતી.
આ મંગલ અવસરે સાધુ સંતો, સમાજના ના શ્રેષ્ટિ ઓ,મૂર્તિ દાતા અને પ્રભારી શ્રી ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા અ. જા. મોરચાના નટુભાઈ પરમાર,વિશ્વહિંદૂ પરિષદના પ્રમુખ શ્રી.રજનીભાઇ પટેલ,સામાજિક સમરસતા,ચંદ્રકાન્તભાઈ પટેલ,..તથા મોહનભાઇ પટેલ, મોરચાના પ્રમુખ શ્રી દિનેશ ભાઈ સોનેરી,ગોવિંદભાઈ સાગપુર,સમાજના શ્રેષ્ટિઓ તેમજ સનાતન ધર્મ ના સૌ આગેવાનો સાથે મળી ને બાપુ ના સામાજિક સમરસ્તા સપનાને સાચા અર્થમાં સાકાર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો ગામના નગર યાત્રા દરમિયાન પણ લોકો એ ખુબજ આવકાર આપ્યો..સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માં સંત શ્રી રોહિદાસ બાપુ નું પ્રથમ મંદિર બનાવવા નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શ્રી નટુભાઈ પરમારની આગેવાનીમાં શ્રી સંત રોહિદાસ શિક્ષણ જ્યોત રથ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેને સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લા ખુબ જ આવકાર સાંપડ્યો હતો. એ વખતે નટુભાઈ પરમારે લોકોને જે હૈયાધારણ અને આગળના કામો માટે વચન બધ્ધતા આપી હતી એ પૈકીનું એક વચન પૂરું થયું એનો એમને આનંદ છે તેઓ જે બોલે એજ કરે એનું નામ જ નટુભાઈ પરમાર અને એટલે જ નટુભાઈની એક નિખાલસ અને ધર્મપરાયણ સફળ વ્યકિઓઓમાં ગણતરી થાય છે.