બાંગ્લાદેશની ચલણી નોટો પરથી ‘બંગ બંધુ’ની તસવીર હટાવાશે
ઢાકા, વડાપ્રધાન પદેથી શેખ હસીનાની હકાલપટ્ટી બાદથી બાંગ્લાદેશમાં સ્થિતિ દરરોજ વણસતી જઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશે તેની ચલણી નોટોમાંથી બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને સંસ્થાપક તથા બંગ બંધુ તરીકે જાણીતા મુજીબુર રહેમાનની તસવીર હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
માહિતી મુજબ બાંગ્લાદેશ બેંકમાં નવી નોટો છાપવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે જુલાઈ મહિનામાં થયેલા વિદ્યાર્થીઓના આંદોલનની ઝલક સામેલ કરવામાં આવશે.
આ આંદોલને શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પાડી હતી. ત્યારપછી મોહમ્મદ નવી નોટોમાં ધાર્મિક સંરચના, બંગાળી પરંપરાઓ અને જુલાઈ ચળવળ દરમિયાન બનાવવામાં આવેલી ‘ગ્રેફિટી’નો સમાવેશ થશે કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર રુપિયા ૨૦, ૧૦૦, ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ વચગાળાની સરકારના નિર્દેશ પર કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, નવી નોટોમાં ‘બંગબંધુ’ શેખ મુજીબુર રહેમાનનો ફોટો નહીં હોય.નવી નોટોમાં ધાર્મિક સંરચના, બંગાળી પરંપરાઓ અને જુલાઈ ચળવળ દરમિયાન બનાવવામાં આવેલી ‘ગ્રેફિટી’નો સમાવેશ થશે. બાંગ્લાદેશ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હુશનારા શિખાએ કહ્યું, ‘એવી અપેક્ષા છે કે આગામી છ મહિનામાં નવી નોટો બજારમાં આવી જશે.’SS1MS