Western Times News

Gujarati News

ભાજપને ત્રણ રાજ્યમાં મળેલી જીતની અસર શેરબજારમાં જોવા મળી

ભાજપના વિજયને શેરબજારના વધામણાં -સેન્સેક્સમાં ૧૩૮૩ પોઈન્ટનો અને નિફ્ટીમાં ૪૧૮ પોઇન્ટનો ઉછાળો

મુંબઈ, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણ રાજ્યમાં મળેલી શાનદાર જીતની અસર આજે શેરબજારમાં પણ જાવા મળી હતી. સેન્સેક્સમાં ૧૩૮૩ પોઈન્ટનો અને નિફ્ટીમાં ૪૧૮ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં મોટો વધારો થયો હતો.

સેન્સેક્સ ૧૩૮૩.૯૩ પોઇન્ટના વધારા સાથે ૬૮૮૬૫.૧૨ પોઇન્ટની સર્વોચ્ચ સપાટી અને નિફ્ટી ૪૧૮.૯ પોઇન્ટના વધારા સાથે૨૦૬૮૬.૮૦ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. આજના સત્રમાં બેંકિંગ તેમજ સરકારી કંપનીઓના શેરમાં જારદાર ઉછાળો જાવા મળ્યો છે. એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬ લાખ કરોડનો વધારો થયો છે.
રોકાણકારોની સંપત્તિ વધીને ૩૪૬.૪૬ લાખ કરોડ પર પહોંચી છે. જે ગત સત્રમાં ૩૩૭.૫૩ લાખ કરોડ હતી.

આઇશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્‌સ, બીપીસીએલ અને આઇસીઆઇસીઆઇ બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ વધ્યા હતા, જ્યારે એચડીએફસી લાઇફ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, સન ફાર્મા અને ટાઇટન કંપની ટોપ લુઝર્સમાં સામેલ હતા.

નિફ્ટી ફાર્મા અને મીડિયા સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. બીએસઈમિડકેપ અને સ્મોલકેપ દરેક ૧ ટકા વધ્યા હતા. આજના સત્રમાં સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા. તો બેંક નિફ્ટી પણ ૧૬૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬,૪૮૪ પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ અને સ્મોલ ઈન્ડેક્સ પણ તેમના જીવનકાળના ઉચ્ચ સ્તરે બંધ થયા છે.

કારોબારમાં સરકારી અને ખાનગી બંને બેંકોના શેરમાં ઉછાળો જાવા મળ્યો હતો. સરકારી કંપનીઓમાં પણ મોટી ખરીદી જાવા મળી હતી. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૫ શેરો ઉછાળા સાથે અને ૫ નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના ૫૦માંથી ૪૫ શેર ઉછાળા અને ૫ ઘટાડા સાથે બંધ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.