વિદ્યાર્થીઓને પુસ્તકો અને પુસ્તકાલયોનું મહત્વ સમજાવવામાં આવ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આપણાં જીવનમાં ખલેલ પાડનારા અનેકો હશે પણ એ ખલેલને દૂર કરી આપણાંમાં ઉત્સાહ જગાવનાર જૂજ હોય અને એ જૂજમાં એક અનોખી વ્યક્તિ એટ્લે પુસ્તક.અહી પુસ્તકને વ્યક્તિ તરીકે એટલા માટે સંબોધવામાં આવી છે The importance of books and libraries was explained to the students
કે એ વ્યક્તિને વ્યક્તિથી ઉત્તમ બનાવનાર માધ્યમ છે.એક સારો વિચાર બીજા અનેક સારા કાર્યો માટે પ્રેરક બને છે સદુપયોગી બને છે જે સારો વિચાર આપણને આપણાં ગુરૂજનો અને માતાપિતા પાસેથી મળે છે અને બીજા પુસ્તકો પાસેથી મળે છે.
જેમ કે એક દીવાથી બીજા દીવાને પ્રગટાવતા જઈએ તો દૂર દૂર સુધી પ્રકાશ ફેલાઈ જાય એવું બને. આવું જ કાર્ય ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી કરતી આવી છે.આ ફક્ત લાયબ્રેરી જ નથી પણ અહીથી ઘણાબધા વિધાર્થીઓની કારકિર્દી બની છે જે ભરૂચની માટે ગર્વની વાત છે.
વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી રૂપે દહેજની ભાસ્કર એકેડેમી સંચાલિત શાળાના વિધ્યાર્થીઓને આપણાં જીવનમાં ગુરૂજનો સમાન પુસ્તકો અને પુસ્તકાલયોનું શું મહત્વ છે એ સમજાવવામાં આવ્યું હતું.
ગ્રંથપાલ દ્વારા મોબાઈલ ફોન કોણ કોણ ઉપયોગ કરે છે એવું જ્યારે પૂછવામાં આવ્યું તો સૌ કોઈએ હાથ ઊંચો કર્યો અને પુસ્તક કોણે કોણે વાંચ્યા છે તો બે જ વિધાર્થીઓએ કબૂલ્યું કે પાઠ્યક્રમ સિવાયના પુસ્તકો વાંચ્યા છે.
જરૂરી નથી કે પુસ્તકો જ વાંચવા જાેઈએ જૂનું છાપું પણ જાે તમે ન વાંચ્યું હોય હોય તો એમાની માહિતી તમારા માટે નવી જ હોવાની જરૂરી છે વાંચનની અને એ પણ સમૃદ્ધિ તરફ ગતિ કરાવતું વાંચન.
કેવી રીતે વાંચવું અને શું વાંચવું એ પણ એક કળા છે.વાંચવું એ કળા છે તો વંચાવવું એ પણ એક કેળવણીનો ભાગ જ છે. બંગાળમાં દીકરા દીકરીના લગ્ન નક્કી કરતાં પહેલા એ પણ જાેવાતું કે બંનેમાં વાંચન રુચિ કેવી છે ? કેમ કે જ્યારે તેઓ સાંસારિક જીવન શરૂ કરશે
ત્યારે તેઓને બાળકો થશે અને એ બાળકોને વ્યવહારુ શિક્ષણ આપવા માટે માતા પિતા સમર્થ હોવા જાેઈએ એવું તેઓનું માનવું હતું. સંતાનોના લગ્ન કરનાર માતા –પિતાઓ જાે વાંચન પ્રત્યે અરુચિ ધરાવતા હોય તો તેઓએ પણ વાંચનમાં રુચિ કેળવે એ જરૂરી બની જશે.
કેમ કે થોડા વર્ષો પછી એ જ સંતાનો પણ માતા પિતા બનશે અને આપણે દાદા-દાદી કે નાના-નાની બનવાના. ત્યારે તેમને વાર્તા કહેવા માટે તમારે પહેલા વાર્તા વાંચવી પડશે કે સાંભળવી પડશે. માટે એ પૂર્વ તૈયારી કરવી જ રહી. તમે વાર્તા વાંચી હશે, સાંભળી હશે કે સંભળાવી હશે
તો તે જરૂર તમને કોઈને કોઈ જગ્યાએ જીવન દરમિયાન કામ લાગશે જ.તમને બાળકોને વાર્તા કહેવા માટે પણ વાર્તા કહેવા માટે તમારે પહેલા તો વાર્તા વાંચવી કે જાણવી પડશે.પાણી જાે કૂવામાં હશે તો એને હવાડામાં લઈ શકશે.