દેશમાં મેડિકલ અને હેલ્થકેરની દ્રષ્ટીથી ટોપ ટેન શહેરમાં સુરતનો નંબર આવે તેવો વિશ્વાસ– અમિતભાઇ શાહ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 16 ઓગસ્ટના રોજ સુરત ખાતે પી.પી. માણીયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદ હસ્તે તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારમંત્રીશ્રી વર્ચ્યૂઅલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીમતી દર્શનાબેન જરદોશજીએ પ્રાસંગીક સંબોધન કર્યુ.
The inauguration of Maniya Super Specialty Hospital was held in the presence of Union Home Minister and Cooperation Minister Shri Amit Bhai Shah Saheb and also in the presence of State President Shri CR Patil Saheb.
આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, સુરતમા હોસ્પિટલ એ નવી વાત નથી. સુરતની અંદર શ્રેષ્ઠ હોસ્પિટલની શ્રંખલા છે. સમગ્ર દેશમાં મેડિકલ અને હેલ્થ કેરની દ્રષ્ટીથી ટોપ ટેન શહેરમાં સુરતનો નંબર આવે તેવો વિશ્વાસ છે. આજે પારસીઓનું નવું વર્ષ છે.પારસીઓનો ઇતિહાસ ગુજરાત સાથે જોડાયેલો છે.દુનિયાની સૌથી નાની લઘુમતી પારસી છે અને દક્ષિણ ગુજરાતે ઇરાનથી આવેલા પારસીઓને સમાવ્યા ત્યારથી તેઓ દૂધમાં સાંકર ભળે તેમ ભળી ગયા તેના કારણે દેશ અને દુનિયામાં એક સંદેશ પહોંચ્યો કે ગુજરાત અને ભારતમાં લઘુમતીઓ અને નાની આબાદી ધરાવતા પારસી કોમને પણ સહજતાથી સ્વીકાર્યા છે પારસીઓએ પણ દેશના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે.
સુરતની આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્ઢ બનાવવા માટે આજે પી.પી. માણિયા ગ્રુપ દ્વારા બનાવેલ કેન્સર એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, ટ્રોમા સેન્ટર તેમજ મોમ્સ IVF સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ.
સુપર સ્પેશિયાલિટી સેવાઓથી સજ્જ 150 બેડની હોસ્પિટલ વિસ્તારના રહીશોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. pic.twitter.com/mwSd76ikZW
— Amit Shah (@AmitShah) August 16, 2022
શ્રી અમિતભાઇ શાહ સાહેબે વધુમાં જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગઇકાલે 15મી ઓગસ્ટે દેશવાસીઓને કરેલા તેમના સંબોધનમાં અમૃત કાળમાં ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવાનો દરેક દેશવાસીઓ સમક્ષ સંકલ્પ મુક્યો છે જેમા ગુજરાત આજે આ સંકલ્પમાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. ગુજરાતમાં જયારથી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધી દરેક ક્ષેત્રે સરકારે ખૂબ વિકાસ કર્યો છે
જેમાં શિક્ષણની વ્યવસ્થા, ડ્રોપ આઉટ રેસિયો ઝીરો કરવાનું હોય,100 ટકા એનરોલમેન્ટ કરવાનું હોય,સ્વાસ્થ્યની સેવા, પાણીનુ સ્તર ઉચું લાવવું,નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોચાડવાનું કામ એમ દરેક સ્તરે કામ કર્યું છે. દેશમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જયારથી વડાપ્રઘાન બન્યા ત્યારથી દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે અમુલ્ય પરિવર્તન કરવાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે 21-22નું બજેટ 2 લાખ 24 હજાર કરોડ માત્ર સ્વાસ્થ્ય માટે ખર્ચવાનું જાહેર કર્યું છે. કેબિનેટમાં 1600 કરોડ રૂપિયાનું બજેટ મેડિકલ કોલેજો માટે ફાળવવામાં આવ્યા છે. વર્ષ 21-22માં 596 મેડિકલ કોલેજ બનાવવાનું મોદી સરકારે કામ કર્યુ છે. અંતમાં શ્રી મળીયા પરિવારને હોસ્પિટલના નિર્માણ કરવા બદલ શુભકામના પાઠવું છે હોસ્પિટલથી સુરતની સ્વાસ્થ્ય સેવા વધુ સારી બનશે.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધનમાં જણાવ્યું કે, સુરતમાં પહેલાથી સ્વાસ્થ્ય માટે હોસ્પિટલો સારી બની છે આજે વધુ એક હોસ્પિટલનું નામ ઉમેરાયું છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લોકોના સ્વાસ્થ્ય માટે પણ અનેક યોજનાઓ બનાવી છે. આયુષ્ય માન કાર્ડ દ્વારા દર્દીઓને ઉત્તમ સારવાર મળે છે. આજે ભારતમાં હવે શ્રેષ્ઠ અને સસ્તી સારવાર આપવામાં આવે છે. આજે આ હોસ્પિટલથી ગરિબ દર્દીઓને સારવાર મળી રહેશે. દર્દીઓ ઝડપથી આ હોસ્પિટલમાં સાજા થાય તેવી શુભેચ્છા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ,પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયા, રાજયકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, સુરત જીલ્લાના પ્રમુખશ્રી સંદિપભાઇ દેસાઇ,ધારાસભ્યશ્રીઓ શ્રી વી.ડી.ઝાલાવાડીયા,શ્રી પ્રવિણભાઇ ઘોઘારી,શ્રી કુમારભાઇ કાનાણી,સુરત શહેરના મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સુરત શહેર મહામંત્રીશ્રી કાળુભાઇ ભીમનાથ, પી.પી,માણીયા હોસ્પિટલના ડોકટર્શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.