સુરેન્દ્રનગરમાં ૩ વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં ૩ વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી છે.એક્ટિવા લઇને આવેલા ૨ શખ્સો ૩ વર્ષના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતુ થયુ હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બાળકની માતાના પૂર્વ પતિએ બાળકનું અપહરણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે છૂટાછેડા બાદ પત્નીએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. અને સુખી લગ્નજીવન જાેઇ ન શકતા પૂર્વ પતિએ બાળકનું અપહરણ કર્યું હોવાનો આરોપ બાળકની માતાએ લગાવ્યો છે.હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.અને પોલીસે પૂર્વ પતિ સહિત અપહરણ થયેલા બાળકની શોધખોળ હાથ ધરી છે. SS3SS