ડીસા APMCમાં વિવિધ જણસીની આવક ઘટી
ડીસા, બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી, સારા ભાવની આશાએ ડીસા માર્કેટ યાર્ડમાં વેચી આવક મેળવતા હોય છે.
આજે ૨૦ ડિસેમ્બરના રોજ ડીસા માર્કેટ યાર્ડમાં મગફળી, ઘઉં, બાજરી,રાજગરો, એરંડા, રાયડો, ગવાર, જુવાર, રજકા બાજરી તલ, પાકની આવક થઈ હતી. યાર્ડમાં ગુજરાત સહિત રાજસ્થાનના ખેડૂતો વેચાણ અર્થે આવતા હોય છે.
આજે ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની ૧,૩૬૮ બોરીની આવક નોંધાઈ હતી. પ્રતિ ૨૦ કિલોના ૧,૪૧૧ રૂપિયા નોંધાયા હતો. આજે ડીસા માર્કેટ યાડમાં એરંડાની ૪૧૫ બોરીની આવક થઈ હતી. પ્રતિ ૨૦ કિલોના ૧,૧૭૮ રૂપિયા બોલાયા.
ડીસા માર્કેટ યાર્ડમાં ઘઉંની ૩૧ બોરીની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ ૨૦ કિલોનો ૪૯૦ રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાડમાં રાયડાની ૬ બોરીની આવક નોંધાઇ હતી. જેનો પ્રતિ ૨૦ કિલ્લોના ૯૭૧ રૂપિયાનો ભાવ બોલાયો હતો.
ડીસા માર્કેટ યાર્ડમાં બાજરીની ૭૬૦ બોરીની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ ૫૪૫ રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની ૨૩૦ બોરીની આવક નોંધાઈ હતી તેમજ પ્રતિ ૨૦ કિલોનો ૨૬૪૧ રૂપિયાનો ભાવ નોંધાયો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં જુવારની ૮ બોરીની આવક થઈ હતી અને પ્રતિ ૨૦ કિલોનો ભાવ ૧૦૪૫ રૂપિયા બોલાયો હતો.
ડીસા માર્કેટ યાર્ડમાં ગવારની ૩૨ બોરીની આવક થઈ હતી, પ્રતિ ૨૦ કિલોનો ૧૦૪૨ રૂપિયા ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાડમાં તલની ૧૦ બોરીની આવક નોંધાઇ હતી. જેનો પ્રતિ ૨૦ કિલોના ૨,૭૨૨ રૂપિયાનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. ડીસા માર્કેટયાડમાં રજકા બાજરીની ૧૨ બોરીની આવક નોંધાઇ હતી. પ્રતિ ૨૦ કિલોના ૫૬૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો.SS1MS