Western Times News

Gujarati News

વાયુ સેનામાં સામેલ “પ્રચંડ” કોમ્બેટ હેલિકોપ્ટર દુશ્મનના રડારને ચકમો આપવામાં સક્ષમ

The Indian Air Force inducted the first batch of indigenously developed Light Combat Helicopters Prachand

(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં જ બનાવાયેલા લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરને આજે વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવ્યા છે.તેને પ્રચંડ નામ આપવામાં આવ્યુ છે.

આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે જાેધપુર એરફોર્સ સ્ટેશન પર હેલિકોપ્ટર્સને વિધિવત રીતે વાયુસેનાને સોંપવામાં આવ્યા હતા. ભારતમાં બનેલા આ હળવા પણ મારકણા હેલિકોપ્ટર્સની ખાસિયતો જાણવા જેવી છે. The Indian Air Force inducted the first batch of indigenously developed Light Combat Helicopters, named Prachand, that are capable of firing a range of missiles and other weapons. It’s an occasion reflecting our capability in defence production.

ભારત સરકારની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આ હેલિકોપ્ટરને બનાવવામાં આવ્યુ છે. ખાસ કરીને ઉંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવાના ઉદ્દેશથી તેને ડિઝાઈન કરાયુ છે.તેનુ વજન ૫.૮ ટન છે અને તે બે એન્જિન ધરાવે છે.

તેને એ રીતે ડિઝાઈન કરાયુ છે કે, દુશ્મનના રડારને ચકમો આપવા માટે પણ સક્ષમ છે. રાત્રીના સમયે પણ આ હેલિકોપ્ટર હુમલો કરી શકે છે. વજનમાં હળવુ હોવાથી ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ તે ઓપરેટ થઈ શકે છે અ્‌ને તે પણ પોતાની પૂરી ક્ષમતા સાથેના હથિયારો અને મિસાઈલ્સ સાથે ઉડાન ભરી શકે છે.

દરેક પ્રકારના હવામાનમાં તે ઉડાન ભરવા માટે અને દુશ્મનનો મુકાબલો કરવા માટે ક્ષમતા ધરાવે છે. મહત્તમ ૧૬૪૦૦ ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકતા હેલિકોપ્ટરમાં બે પાયલોટ બેસી શકે છે.તે કુલ ૧૨ રોકેટ લોન્ચ કરી શકે છે. જે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ અને ટેન્કોને તબાહ કરવા માટે સક્ષમ છે. હેલિકોપ્ટરમાં ૪૫ ટકા ઉપકરણો સ્વદેશી છે અને હવે પછીના વર્ઝનમાં આ ઉપકરણોની સંખ્યા વધીને ૫૫ ટકા થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.