Western Times News

Gujarati News

ભારતીય નેવીએ પહેલીવાર યુદ્ધ જહાજનું નામ ગુજરાતના શહેરના નામ પરથી રાખ્યું

સુરતના આ અભુતપૂર્વ યોગદાનને બિરદાવતા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજને INS સુરત નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદ, ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. ભારતીય નેવીમાં પહેલીવાર કોઈ યુદ્ધ જહાજને શહેરનું નામ આપવામાં આવ્યું છે. આ ગૌરવ ગુજરાતના સુરત શહેરને મળ્યું છે. ભારતીય નૌકાદળમાં સુરત નામનું નવું યુદ્ધ જહાજ ઉમેરાશે. પહેલીવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. આ જહાજનું સુરત શહેરમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમાર તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરતમાં યુદ્ધજહાજને ખુલ્લું મુકવામાં આવ્યું. સુરત યુદ્ધજહાજ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગત માર્ચમાં જહાજના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારના જણાવ્યા પ્રમાણે હાલ ૧૩૦ સરફેસ વૉરશીપ તથા ૬૭ વધારાના યુદ્ધજહાજનું નિર્માણ ચાલી રહ્યું છે.

આ યુદ્ધપોત સુરતને બ્લોક નિર્માણ પદ્ધતિના ઉપયોગથી બનાવવામાં આવ્યું છે. તેનું નામ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેર પરથી રાખવામાં આવ્યું છે. સુરતને મુંબઈ બાદ પશ્ચિમ ભારતનું બીજું સૌથી મોટું કમર્શિયલ હબ માનવામાં આવે છે. ગુજરાતના વિકાસમાં સુરતનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. સુરતની ડાયમંડ અને ટેકસટાઇલ માર્કેટ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

સુરતના આ અભુતપૂર્વ યોગદાનને બિરદાવતા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજને આઇએનએસ સુરત નામ આપવામાં આવ્યું છે.આઇએનએસ સુરત પ્રોજેક્ટ ૧૫બી વિનાશકનું ચોથું જહાજ છે, જે પી૧૫એ (કોલકાતા વર્ગ) વિનાશકની નોંધપાત્ર ઓવરઓલની શરૂઆત કરે છે અને તેનું નામ ગુજરાત રાજ્યની વ્યાપારી રાજધાની સુરત પરથી રાખવામાં આવ્યું છે. સુરત શહેરમાં સમૃદ્ધ દરિયાઈ અને જહાજ નિર્માણનો ઈતિહાસ છે અને શહેરમાં ૧૬મી અને ૧૮મી સદીમાં બાંધવામાં આવેલા જહાજાે તેમના લાંબા આયુષ્ય (૧૦૦ વર્ષથી વધુ) માટે જાણીતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.