સિડનીમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની પૂર્ણાહુતિ થઈ
મુંબઈ, સિડની હાર્બર બ્રિજ ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના અંતિમ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ક્‰ઝમાં યોજાયેલી ફેસ્ટિવલની પૂર્ણાહુતિમાં ભારત અને ગુજરાતના અનેક સેલેબ્રિટીઝ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે દસ ફિલ્મોની બેસ્ટ ઓફ ધ યર ૨૦૨૩-૨૪ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
આગળનાં વર્ષાેની જેમ આ વર્ષે ફિલ્મ સ્ક્રિનિંગની કોઈ હરિફાઈ રાખવામાં આવી નહોતી. આ વર્ષથી ફેસ્ટિવલનો હેતુ વર્ષ દરમિયાનની શ્રેષ્ઠ ફિલ્મો વિવિધ દેશના એનઆરજી સુધી પહોંચાડવાનો છે. ચાર વર્ષ સુધી અમેરિકામાં સફળતાપૂર્વક આ ફેસ્ટિવલ યોજ્યા બાદ આ વર્ષનો ફેસ્ટિવલ ઓસ્ટ્રેલિયામાં યોજવામાં આવ્યો હતો.
આ વર્ષે ૧૦ ફિલ્મોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં ‘બચુભાઈ’, ‘ઝમકૂડી’, ‘વાર તહેવાર’, ‘લોચા લાપસી’, ‘બિલ્ડર બોય્ઝ’, ‘ફાટી ને..’, ‘કસૂંબો’, ‘વેનિલા આઇસ્ક્રીમ’, ‘ઇટ્ટા કિટ્ટા’, ‘હું અને તું’ અને ‘સમંદર’નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ વર્ષે બે શોર્ટ ફિલ્મને પણ ઓફિશિયલ સિલેક્શન એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી, જય રાવલની ‘કેવિન પટેલ એટ યોર સર્વિસ’ અને રાહુલ વાણીયાની ‘વૃક્ષ્રી’. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મેકર પેન નલીનથી લઇને ઉમેશ શુક્લ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો ખાસ હાજર રહ્યાં હતાં.SS1MS