આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યો

મુંબઈ, નોરા ફતેહી બોલિવૂડ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે શાનદાર ડાન્સર પણ છે. પોતાના આ જ ટેલેન્ટના કારણે તેણે અનેક ફિલ્મોમાં આઈટમ સોન્ગ કર્યા છે.
જોકે, હવે ‘દિલબર ગર્લ’ના નામથી ઓળખાતી નોરા ફતેહીએ જણાવ્યું કે, ‘ભલે મારા આઈટમ સોન્ગે ફિલ્મો હિટ થયા હોય અને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હોય પરંતુ તેના માટે મને એક પૈસો નથી મળ્યો.’
આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યોનોરા ફતેહીએ જણાવ્યું કે, ‘જ્યારે મેં આ સોન્ગમાં દેખાવાનું શરૂ કર્યું, જે ઈન્ટરનેટ પર છવાઈ ગયા હતા, ફિલ્મો હિટ કરાવી રહ્યા હતા અને બોક્સ ઓફિસ નંબર્સ પર પ્રભાવ પાડી રહ્યા હતા અને મને સમજાયું કે મારા સિવાય બધા પૈસા કમાઈ રહ્યા છે.
યુ ટ્યુબથી પૈસા આવી રહ્યા હતા. સફળ સોન્ગના કારણે ફિલ્મોને ફાયદો થઈ રહ્યો છે, પરંતુ આ સોન્ગ હું તેમના માટે ળીમાં કરી રહી હતી.’નોરા ફતેહીએ આગળ કહ્યું કે, ‘હું જે પણ પૈસા કમાઈ રહી હતી તે લાઈવ પર્ફાેર્મન્સ અને ઈવેન્ટ્સમાંથી હતા. પરંતુ મારા માટે કોઈ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, સ્ટ્રીમિંગના નફા જેવી કંઈ વસ્તુ નહોતી.’
નોરાએ જણાવ્યું કે, ‘સિસ્ટમ વિરુદ્ધ જવાના બદલે મેં તેમાં રહીને પૈસા કમાવાનો રસ્તો શોધી લીધો. મેં પબ્લિશિંગ રાઈટ્સ અને રોયલિટીમાં પોતાનો હિસ્સો લેવાનું શરૂ કર્યું.’એક્ટ્રેસે કહ્યું કે,’દિલબર ગર્લ’હોવાનો શું ફાયદો, ‘જ્યારે મારી પાસે પોતાના બાળકોને બતાવવા માટે કોઈ શોહરત જ નહીં હશે? જનરેશનલ વેલ્થ મોટી બાબત છે અને હવે હું તેના પર ફોકસ કરવા માગું છું.’SS1MS