Western Times News

Gujarati News

હઠીપુરા ગામે અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે

(પ્રતિનિધિ) બાયડ, દિવ્ય પરમગુરૂ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીની અસીમ કૃપાથી ગુરુદેવ અનંત વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠ સારસાના પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજને ભારત વર્ષના ધર્મચાર્યો દ્વારા જગતગુરુ પદે અભિષિક્ત કરવામાં આવતા મહારાજશ્રીની જન્મભૂમિ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે સત્કાર સન્માન સમારોહનું અને સીસી રોડના શિલાન્યાસનુ તારીખ ૧૨-૨-૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર,પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, માનસિંગ ચૌહાણ અને કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહેનાર છે. હઠીપુરા સેવા સહકારી મંડળીના પ્રાંગણમાં યોજાનાર કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાક થી જગતગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજની શોભાયાત્રા, પરમગુરૂ ચરણ પાદુકા પૂજન, મહારાજશ્રીનું સન્માન, મહારાજ શ્રીના આર્શિવચન અને સીસી રોડનું શિલાન્યાસ કરવામાં આવનાર છે.

હઠીપુરા ગામના અગ્રણી શ્રી વિક્રમભાઈ જશુભાઈ પટેલ અને ગ્રામજનો દ્વાર સૌ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આ ભૂમિના પનોતા પુત્ર પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના આશીર્વાદ અને આર્શિવચનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.