૨૯ જૂનથી અમરનાથની યાત્રા શરુ થઇ રહી છે
નવી દિલ્હી, આ વર્ષે અમરનાથ યાત્રાનો શુભારંભ ૨૯ જૂનના દિવસે શનિવારે થઇ રહ્યો છે. આ વર્ષની અમરનાથ યાત્રા કુલ ૪૫ દિવસની હશે. અમરનાથ યાત્રાનું સમાપન ૧૯ ઓગસ્ટના દિવસે સોમવારે થશે. આ વર્ષે ભક્તો બાબા બર્ફાનીનીના દર્શન ૪૫ દિવસ જ કરી શકશે.
આ વર્ષે અમરનાથની યાત્રા શોભન યોગ અને અષાઢ માસના કૃષ્ણ પક્ષની આઠમની તિથિથી શરુ થશે. ૨૯ જૂનના રોજ આઠમની તિથિ બપોરે ૨.૧૯ સુધી છે, ત્યાં જ શોભન યોગ પ્રાતઃકાળથી સાંજે ૬.૫૪ સુધી છે. આ દિવસે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર સવારે ૮.૪૯ સુધી છે, ત્યાર બાદ રેવતી નક્ષત્ર છે.
યાત્રાના પહેલા દિવસથી શુભ સમય એટલે અભિજીત મુહૂર્ત ૧૧.૫૭ સુધી છે. આ વર્ષની અમરનાથ યાત્રા ૧૯ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ દિવસે શ્રાવણ પૂર્ણિમા, પાંચમો સોમવાર અને ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર રક્ષાબંધન પણ હશે.
સમાપન દિવસે પણ શોભન યોગ હશે. જો કે, તે દિવસે સવારે ૦૫ઃ૫૩ થી સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ છે, જે સવારે ૦૮ઃ૧૦ સુધી ચાલશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન સોમવાર, ૧૫ એપ્રિલથી શરૂ થશે. જો કે અમરનાથ યાત્રા માટે શારીરિક રીતે ફિટ હોવું જરૂરી છે.
અમરનાથની યાત્રા કરનારાઓએ મેડિકલ સર્ટિફિકેટની સાથે અન્ય ઘણી માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે. પૌરાણિક કથાઓ અનુસાર, બાબા અમરનાથની પવિત્ર ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વની કથા સંભળાવી હતી.
જોકે, માતા પાર્વતી કથાની વચ્ચે જ સૂઈ ગયા હતા. એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી સિવાય તે ગુફામાં કબૂતરોનું જોડું પણ હાજર હતું, જેમણે અમરત્વની વાર્તા સાંભળી હતી. ભગવાન શિવ ઈચ્છતા ન હતા કે દેવી પાર્વતી સિવાય અન્ય કોઈ અમરત્વની કથા સાંભળે. તેથી, કૈલાસ છોડતી વખતે, તેમણે નંદી, ગણેશજી, વાસુકી અને અન્ય ગણોને રસ્તામાં છોડી દીધા.SS1MS