Western Times News

Gujarati News

અરમાન જૈનની પત્નીના સીમંતમાં સામેલ થયો કપૂર પરિવાર

મુંબઈ, કરીના કપૂર ફરીથી ફોઈ બનવા જઈ રહી છે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી હજી ત્રણ મહિનાની થઈ છે અને પરિવારમાં વધુ એક નાના મહેમાનનું આગમન થવાનું છે. વાત એમ છે કે, એક્ટ્રેસના ફોઈ રીમા જૈનની વહુ અને એક્ટર અરમાન જૈનની પત્ની અનિષા મલ્હોત્રા, જે વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે, તે પ્રેગ્નેન્ટ છે. રવિવારે તેનું સીમંત કરવામાં આવ્યું હતું.

આ ફંક્શનમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા અને મોમ-ટુ-બી તેમજ તેના આવનારા બાળક પર ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા હતા. સોશિયલ મીડિયા પર બેબી શાવરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

સીમંતમાં અનિસા મલ્હોત્રાએ બ્લૂ કલરની સાડી પહેરી હતી, જેમાં એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે તેણે મેચિંગ જ્વેલરી પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ઓવરઓલ લૂકમાં તે સુંદર લાગતી હતી. બીજી તરફ અરમાન જૈને વ્હાઈટ કૂર્તા-પાયજામાની સાથે પ્રિન્ટેડ કોટી પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anissa Malhotra Jain (@stylebyanissa)

બંનેએ સાથે મળીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સીમંતમા કરીના કપૂર, નીતૂ કપૂર, આલિયા ભટ્ટ, ટીના અંબાણી, આકાંક્ષા મલ્હોત્રા, નિતાશા નંદા, નવ્યા નવેલી નંદા, મનોજ જૈન, આદર જૈન, રણધીર કપૂર તેમજ નીલા કપૂરના પરિવારના સભ્યો અને મિત્રો સામેલ થયા હતા. જ્યારે રિદ્ધિમા કપૂર દિલ્હીમાં રહેતી હોવાથી અને કરીશ્મા કપૂર કોઈ અન્ય કામમાં વ્યસ્ત હોવાથી હાજરી આપી શકી નહોતી.

ભાભી અનિસા મલ્હોત્રાના સીમંતમાં કરીના કપૂરે પેસ્ટલ શેડનું ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યું હતું. મોમ-ટુ-બી સાથેની તસવીર શેર કરીને તેણે લખ્યું હતું ‘ગોર્જિયસ મમ્મા-ટુ-બીની સાથે’. જણાવી દઈએ કે, કરીના તેની સાથે ક્લોઝ બોન્ડ ધરાવે છે તો તેનો દીકરા જેહ અનીસાને ખૂબ વ્હાલો છે. બીજી તરફ હાલમાં જ મમ્મી બનેલી આલિયા બ્લૂ કલરના ગાઉનમાં જાેવા મળી હતી, જે અગાઉ પણ તે પહેરી ચૂકી છે.

ફંક્શનમાં અરમાન અને અનિસાએ એકબીજાને ગુલાબનો હાર પહેરાવ્યો હતો અને બાદમાં ખૂબ જ ક્યૂટ કેક કરી હતી. મોમ-ટુ-બીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ખાસ દિવસે કરવામાં આવેલા ડેકોરેશન તેમજ ફૂડની ઝલક દેખાડતો વીડિયો શેર કર્યો છે. જણાવી દઈએ કે, કપલે ફેબ્રુઆરી ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. તેમના રિસેપ્શનમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.