The Kashmir Files જલદી જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે
હવે ઘરે બેઠા જાેઈ શકાશે The Kashmir Files તારીખ ૧૧ માર્ચે રિલીઝ થઈ હતી ઓપનિંગ ડે પર ફિલ્મે ૩.૫ કરોડનો બિઝનેસ કર્યો હતો
મુંબઇ, ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની સૌથી વધારે ચર્ચાયેલી અને સુપરહિટ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. બોલિવૂડ ફિલ્મ ‘The Kashmir Files’ ઓટીટી પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થશે. હજુ સુધી એવું જાણવા નથી મળ્યું કે ‘The Kashmir Files’ ક્યારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. રિપોર્ટ્સ મુજબ, ઝી નેટવર્કે આ ફિલ્મના ટીવી રાઈટ્સ પણ ખરીદ્યા છે
અને મે મહિનામાં ટીવી પર ટેલિકાસ્ટ થઈ શકે છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે કે જેમાં તેમણે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે તે અંગે જણાવ્યું છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ કમાણીના રેકોર્ડ તોડ્યા છે. અહીં નોંધનીય છે કે એક્ટર અનુપમ ખેર, પલ્લવી જાેષી, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ તારીખ ૧૧ માર્ચે રિલીઝ થઈ હતી. ઓપનિંગ ડે પર આ ફિલ્મે ૩.૫ કરોડનો બિઝનેસ કર્યો હતો.
ત્યારબાદ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની કમાણી સતત વધતી ગઈ અને અત્યાર સુધીમાં ફિલ્મે રૂપિયા ૨૦૦ કરોડ કરતા પણ વધુનો બિઝનેસ કર્યો છે. અહીં નોંધનીય છે કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ઓલ ટાઈમ સુપરહિટ સાબિત થઈ છે. વિદેશના માર્કેટમાં પણ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ સારી એવી કમાણી કરી છે. અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ઉંમર ૪૮ વર્ષ છે અને તેમનો જન્મ તારીખ ૧૦ નવેમ્બર, ૧૯૭૩ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા વિવેક અગ્નિહોત્રીના પિતાનું નામ પ્રભુ દયાળ અગ્નિહોત્રી અને માતાનું નામ શારદા અગ્નિહોત્રી છે.
વિવેક અગ્નિહોત્રીએ વર્ષ ૧૯૯૭માં એક્ટ્રેસ પલ્લવી જાેષી સાથે લગ્ન કર્યા અને તેઓના સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. વિવેક અગ્નિહોત્રીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનમાંથી અભ્યાસ કર્યા બાદ વિદેશમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. કરિયરની શરૂઆતમાં વિવેક અગ્નિહોત્રીએ એડ એજન્સીઓ માટે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કામ કર્યું અને પછી વર્ષ ૧૯૯૪માં ટીવી શૉ માટે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારથી તેઓ ડિરેક્શન અને પ્રોડક્શન સાથે જાેડાયેલા છે. વર્ષ ૨૦૦૫માં વિવેક અગ્નિહોત્રીએ ‘ચોકલેટ’ નામની ફિલ્મ બનાવી કે જેમાં અનિલ કપૂર, સુનીલ શેટ્ટી, ઈરફાન ખાન, ઈમરાન હાશ્મી, અરશદ વારસી અને તનુશ્રી દત્તા મુખ્ય ભૂમિકામાં હતા. પણ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી ના શકી.